દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અપ્રત્યાશિત વિજયને પગલે રાજનીતિ ગરમાઈ છે.દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આપના ગુજરાતમાં અત્યાર સુધીમાં 80 હજારથી વધુ સભ્યો નોંધાઈ ચૂક્યા છે. તેમજ આજથી શરૂ થયેલા સભ્ય નોંધણી કાર્યક્રમને પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આજે સવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરિયા આપમાં […]
દેશ માટે અત્યંત મહત્વની લોકસભાની ચૂંટણી જયારે ચાર મહિના દુર છે ત્યારે રાજનીતિ અત્યંત ઝડપે કરવટ બદલી રહી છે. વડાપ્રધાન બનવા ઉત્સુક નરેન્દ્ર મોદીના માર્ગ પર આપનું ઝાડું ફરી રહ્યું છે. દિલ્હીની ગાડી સર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે. ગુજરાતમાં જો કે એનો ગજ વાગે એવા સંજોગો ન હોવાથી […]
નવ વર્ષની પહેલી જ સવારે તુટ્યો ક્રિકેટ જગતનો એક એવો રેકર્ડ જે તોડવો અત્યંત વિકટ જણાતો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કરવાનો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે અને આ સદી બનાવવા માટે એન્ડરસને માત્ર 36 બોલનો સામનો કર્યો હતો. માત્ર છઠ્ઠી વન ડે રમી રહેલા આ ડાબોડી બેટ્સમેને આફ્રિદીનો રેકર્ડ તોડ્યો. […]
સત્તા નહિ પણ સ્ટેટસ માટે અત્યંત મહત્વની ગણાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હવે લગભગ નક્કી છે. હજુ ગઈકાલ સુધી ભાગબંટાઇ કરનારા બે જૂથો આવતીકાલે તમામ બેઠકો પર ઝંપલાવશે. વર્ષો સુધી સાથે રહી જુના ક્રિકેટરો અને વડોદરા ક્રિકેટના ભીષ્મ પિતામહ સ્વ. લેલેનું ઘોર અપમાન કરનારા હવે સામસામે લડી રહ્યા છે. એક બાજુ વર્તમાન પ્રમુખ ચિરાયુ અમીન […]
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે અત્યંત મહત્વની એવી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપના તમામ જૂથોને નહિ પણ પાયાના કાર્યકરોને રાજી રાખવા માટે આજે ભાજપની નેતાગીરીએ સ્થાયી સમિતિના છ સભ્યો તરીકે રાખી શાહ, મનોજ પટેલ, પૂનમ શાહ, ગીતા કાછીયા, અનીલ દેસાઈ અને ચંદ્રકાંત ઠક્કરની નિમણુંક કરી હતી. બે વર્ષ માટે […]
વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગર વસાહતનાં 206 કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી શુક્રવારે શરુ કરાઈ હતી . સ્લમ ફ્રી વડોદરા બનાવવાની યોજના ભાગ રૂપે મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી આ ઝુપડપટ્ટીને ખસેડવા માટે પાલિકાએ તૈયારીઓ કરી હતી ઉલ્લેખનીય છે કે આ વસાહતમાં રહેતા લોકોને નુર્મ યોજના હેઠળ એલ આઈ જી મકાનો આપવામાં આવ્યા […]
હજુ બે વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં જેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને જેમના એક બોલે લાખો યુવાનો કુરબાની આપવા તૈયાર હતા એવા અણ્ણા હઝારે આજકાલ સાવ અરણ્યવાસમાં ધકેલાઈ ગયા છે. એમના ખભે બેસી નામના મેળવનાર અરવિંદ આણી મંડળીએ તો અણ્ણાની પીઠમાં ખંજર ભોંકી રાજનીતિમાં ઝંપલાવ્યું તો બીજી બાજુ કિરણ બેદી અને જનરલ વી.કે. સિંહે અણ્ણાની આંગળી છોડી ભાજપ […]
મોદી અને ભાજપના સ્ટિંગ કરવા માટે જાણીતા તહેલકાનું ‘મરણ’ થઇ ગયું હોવા છતાં કોબ્રાપોસ્ટ હજુ કાર્યરત છે. આજે કોબ્રાપોસ્ટ દ્વારા મોદી સરકારને મધ્યબિંદુમાં રાખી વધુ એક ડંખ મારવામાં આવ્યો. એક બાજુ જયારે મોદીજીને ‘ટાઈમ’ મેગેઝીનના કવર પેઈજ પર લાવવા સાયબર આર્મી અને સોપારી લેતી કંપનીઓ કામે લાગી છે ત્યારે કોબ્રાપોસ્ટ દ્વારા કરવામાં આવેલો આ ઘટસ્ફોટ સોશિયલ મીડિયા […]
સાદિક જમાલ નકલી એન્કાઉન્ટર કેસમાં અપેક્ષા પ્રમાણે સીબીઆઈએ મુંબઈ પોલિસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલિસ અધિકારીઓ બહુચર્ચિત પ્રદીપ શર્મા-દયાનાયક સહિતના ચાર નામો દિલ્હી સ્થિત વડામથકે મોકલ્યાં હોવાની ગુપ્ત માહિતી લીક થતા જ મામલો ગરમાયો છે. સીબીઆઈના ખાનગી રીપોર્ટમાં નામો જાહેર થયા છે. આ ચારે અધિકારીઓએ સાદિક જમાલને ગુજરાત પોલિસને હવાલે કર્યો હતો. ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટના કમાન્ડોના નિવેદન મહત્વનાં પુરવાર […]
મોદી સરકારની ભલામણ બાદ આજે રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલે હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને મંજુરી આપતા હવે જસ્ટીસ બુચ બનશે નવા લોકાયુક્ત. મોદી રાજમાં પહેલી વાર દસ વર્ષ બાદ અત્યંત વિવાદાસ્પદ રહેલ ગુજરાતના લોકાયુક્તની ખુરશી હવે ભરાશે. આજે રાજ્યપાલ દ્વારા રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને સત્તાવાર રીતે મંજુરી આપવામાં આવી હતી. અગાઉ બુચના નામની કેબીનેટે […]