|   Today : 10/05/2021       02:41:40    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

'ચાલો કાશ્મીર' અભિયાનનો વિરોધ કરતાં ઓમર અબ્દુલ્લા..

સ્વામી વિવેકાનંદજીના જન્મદિને શરુ થનાર ભાજપના યુવા મોરચાના ‘ચાલો કાશ્મીર’ અભિયાનનો વિરોધ કરતાં કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એ ભાજપ પર કાશ્મીરના મુદ્દે દેશભરના હિન્દુઓની લાગણી ભડકાવી નિમ્ન કક્ષાનું રાજકારણ રમતા હોવાનો આક્ષેપ મૂકી કાશ્મીરની શાંતિ આ અભિયાનના પગલે જોખમાશે એવી દહેશત વ્યક્ત કરી હતી… ભાજપના યુવા મોરચા દ્વારા આગામી પ્રજાસત્તાક દિને શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવવાનો […]

કૌભાંડી કલમાડીની સીબીઆઈ ગમે ત્યારે ધરપકડ કરશે..

કોમનવેલ્થ રમતોના આયોજનમાં કરોડોનું કરી નાખ્યાનો જેના પર આક્ષેપ છે એવા સુરેશ કલમાડીની આજે વહેલી સવારથી મોડી સાંજ સુધી સીબીઆઈ ના અધિકારીઓએ કડક પુછપરછ કરી હતી જેને પગલે હવે સુરેશ કલમાડીની ગમે તે ક્ષણે ધરપકડ થશે એવી દિલ્હીના વર્તુળોમાં ચર્ચા છે. Share:

આરુષી કેસમાં માતા નૃપુરનો નવો ઘટસ્ફોટ…

નોએડા ખાતે થયેલા હાઈ-પ્રોફાઈલ આરુષી તલવાર હત્યા કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. સીબીઆઈએ કોર્ટમાં જાહેર કર્યું છેકે, આ કેસમાં તેમને કોઈ પૂરાવા, હથિયાર કે સાહેદ નથી મળ્યા. આથી આ કેસને બંધ કરી દેવામાં આવે. જેના કારણે, સીબીઆઈની સક્ષમતા ઉપર સવાલ ઉઠી રહ્યાં છે. અને એવી આશંકા ઊભી થઈ છેકે, આરુષીને હવે ક્યારેય ન્યાય નહીં […]

ચીડીયા ચુગ ગઈ ખેત…મોડે મોડે સીબીઆઈ જાગી…

આજે સીબીઆઈને લગતા બે મહત્વના સમાચાર ન્યુઝ ચેનલોમાં ચમકી રહ્યા છે…એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો દેશને ચૂનો ચોપડનાર આ સદીના સૌથી ભ્રષ્ટ રાજકારણી એ.રાજાની આજે સીબીઆઈએ પુછપરછ શરુ કરી..અને બીજી બાજુ કોમનવેલ્થ ગેઇમ્સના આયોજનમાં હજારો કરોડનો ગફલો કરનાર ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસીએશનના અધ્યક્ષ અને કોંગી સાંસદ સુરેશ કલમાડીના નિવાસ સહીત ઓફિસો પર સીબીઆઈ દ્વારા સર્ચ […]

કોંગ્રેસ અધિવેશનને પગલે દિલ્હીની તમામ હોટેલો હાઉસફુલ !!!

કોંગ્રેસની સ્થાપનાને ૧૨૫ વર્ષ પૂર્ણ થયા…આજથી એની ભવ્ય ઉજવણી કરવા માટે રાજધાની દિલ્હીમાં કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન શરુ થયું….કોમનવેલ્થ,૨-જી-આદર્શ સ્કેમ થી માંડી અનેક કૌભાંડોથી ખરડાયેલી પ્રતિભાને નિખારવા માટેની વ્યૂહરચના નક્કી કરવા દેશભરના કોંગી હોદ્દેદારો દિલ્હીમા એકત્ર થયા છે… ૧૨૫ વર્ષ જૂની પાર્ટી પાસે સ્વાભાવિક રીતે ભંડોળ મોટું જ હોય..જો ભાજપી નેતાઓ સેવન સ્ટાર હોટેલોમાં ભેગા થઇ […]

ધોલેરામાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ…

છેલ્લા બે વર્ષથી જેની ચર્ચા હતી એને આજે ગાંધીનગરમાં મળેલી મોદી સરકારના મંત્રીમંડળની બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું…જ્યાં કહેવાય છે કે ભાજપના ટોચના તમામ નેતાઓએ મોટા ભાગની જમીનો ખરીદી લીધી  છે એવા ધોલેરા વિસ્તારમાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે કેબિનેટે નિર્ણય કરતાં ભાજપીઓ નેતાઓ ગેલમાં આવી ગયા હતા..રાજ્ય સરકારે એરપોર્ટ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું […]

આઈપીએસ અધિકારીઓની બદલી…

ગુજરાત સરકારના ગૃહ ખાતા દ્વારા આજે દસ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો  જારી કરતાં આઈપીએસ લોબીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી…સરકારના પ્રીતિપાત્ર અધિકારીઓને ‘યોગ્ય’ સ્થાને ગોઠવવાની આ કવાયત હોવાની વાત સાંજે સચિવાલયના પ્રાંગણમાં ચર્ચાતી હતી…હજુ ૧૫ જેટલા અધિકારીઓની બદલી થશે એવું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે… Share:

પાદરા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો…

વડોદરા જીલ્લાના રાજકારણમાં ઉથલપાથલ થાય એવા સમાચાર પાદરાથી મળી રહ્યા છે… પાદરામાં અપક્ષોના સહયોગથી કોંગ્રેસે નગરપાલિકા પર કબજો જમાવતા ભાજપીઓ અને ખાસ કરીને ધારાસભ્ય દીનુંમાંમાંના કેમ્પમાં સોપો પડી ગયો છે.. Share:

સ્પેક્ટ્રમ મામલે સરકાર સામે સંસદ બાદ હવે સડક પર ઉતરશે વિપક્ષ..

૨-જી સ્પેક્ટ્રમ મામલે સંસદનું શીતકાલીન સત્ર ઠપ્પ કરી દેનાર ભાજપ અને એનડીએ ના ઘટક દળો હવે આ મુદ્દાને સડકો પર લઇ જશે…હમણાં જ મળેલી પત્રકાર પરિષદમાં એનડીએના વડા લાલકૃષ્ણ અડવાણીએ અંદોલન ના ભાવી તબક્કાની જાહેરાત કરી હતી.. Share:

ભાવનગર અને જામનગરના મેયર,ડે.મેયર અને સ્થાયી અધ્યક્ષના નામો જાહેર થયા…

છેલ્લા બે મહિનાથી રાહ જોતા પાંચ મહાનગરોના નવનિર્વાચિત નગરસેવકોને માટે આજે ઉત્સવ છે…વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર અને જામનગરના મેયર, ડે.મેયર તથા સ્થાયી અધ્યક્ષની આજે વરની થનાર છે..ભાવનગર અને જામનગરના નવા સુકાનીઓની જાહેરાત થઇ ચુકી છે…હવે ત્રણ મહત્વના શહેરોના પદાધિકારીઓ કોણ એની ઇન્તેજારી છે… Share:

Photo Gallery