|   Today : 22/04/2021       05:12:04    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

એકલા અટુલા અણ્ણા ફરી કરશે અનશન

હજુ બે વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં જેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને જેમના એક બોલે લાખો યુવાનો કુરબાની આપવા તૈયાર હતા એવા અણ્ણા હઝારે આજકાલ સાવ અરણ્યવાસમાં ધકેલાઈ ગયા છે. એમના ખભે બેસી નામના મેળવનાર અરવિંદ આણી મંડળીએ તો અણ્ણાની પીઠમાં ખંજર ભોંકી રાજનીતિમાં ઝંપલાવ્યું તો બીજી બાજુ કિરણ બેદી અને જનરલ વી.કે. સિંહે અણ્ણાની આંગળી છોડી ભાજપ […]

અણ્ણાની સ્ટિંગ CDથી અરવિંદ અત્યંત ખિન્ન

હજુ બે વર્ષ પહેલા ભારતના અર્વાચીન ગાંધીનું જેમને બિરુદ મળ્યું હતું એવા અણ્ણા હઝારેના સ્ટિંગ ઓપરેશનની એક CD ગઈકાલથી નેશનલ મીડિયામાં વહેતી મુકાતા અણ્ણાના નામે રાજનીતિમાં ઝંપલાવનાર જૂથના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અત્યંત ખિન્ન છે કારણ કે એ સ્ટિંગ ઓપરેશનમાં અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલની પ્રમાણિકતા અંગે આડકતરા આક્ષેપ કર્યા છે. આજે દિવસભર ચાલેલી ચર્ચા બાદ અરવિંદ કેજરીવાલ અત્યંત […]

નિષ્ફળ ઇશાંત ઇન-ઝહિર,ભજ્જી આઉટ

વેસ્ટ ઇન્ડીઝ સામેની સચિનની આખરી ટેસ્ટમાં રમવાની ઈચ્છા દર્શાવનાર સ્પિનરહરભજન અને રણજી સિઝનમાં ફોર્મમાં આવેલા ઝહિર ખાનને આજે પસંદગીકારોએ નજર અંદાઝ કરી નિષ્ફળ બોલરો અશ્વિન અને ઇશાંત શર્માની પસંદગી કરતા અનેક સવાલ ઉઠ્યા છે. પોતાની આખરી ટેસ્ટ રમવા જઈ રહેલા સચિનને સીરીઝ વિનની ભેટ આપવા બેટિંગ લાઈનઅપ મજબુત બનાવવામાં આવી છે જયારે બોલિંગ અંગે ચિંતા […]

મુસ્લિમો પણ હવે મોદીની મદદ માંગે છે…

મુસ્લિમ બહુલ વિસ્તારોમાં દાદાગીરી અને માફિયાગીરીથી જુના મકાનો ખાલી કરાવી કોઈ પણ જાતની મંજૂરી વિના બહુમાળી મકાનો ઉભા કરતી સલીમ બાટા, હનીફ બાટા અને મહેબુબ સિનીયરની ત્રિપુટી વિરુદ્ધ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને આ ત્રિપુટી ઘરબાર છોડી પહેરેલા કપડે કુટુંબ કબીલાને લઇ અમદાવાદ બહાર ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. એવા […]

નિષ્ઠાવાન અધિકારી શહીદ સોનવણે 'ભારત રત્ન' ના સાચા અધિકારી…

મહારાષ્ટ્રના મનમાડના  ડેપ્યુટી કલેકટર યશવંત સોનવણે પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ કરતાં ઓઈલ માફિયાઓના કરતૂતો પોતાના જીવના જોખમે મોબાઈલમાં કેદ કરતાં નિષ્ઠાવાન અધિકારી યશવંત સોનવણેની નિર્મમ હત્યાના વિરોધમાં આખાયે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા અને મનમાડ બંધનું એલાન અપાયું હતું. […]

આઝાદીની ક્ષણોને કેમેરામાં કંડારનાર હોમાઈ વ્યારાવાલા બન્યા પદ્મ વિભૂષણ…

જીવનના નવ દાયકા પૂર્ણ કરી ચુકેલા વડોદરાના નિવાસી અને મૂળ દક્ષિણ ગુજરાતના વ્યારા ગામના પારસી મહિલા હોમાઈ વ્યારાવાલાની આંખોમાં હજુ પણ દેશની આઝાદીની એ પળો કેદ છે જે આપણે નથી જોઈ..હોમાઈ એ સમયે યુવાન હતા અને અવ્વલ દર્જાના ફોટોગ્રાફર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યા હતા.૧૫ ઓગસ્ટના રોજ હોમાઈ દિલ્હીમાં જ હતા અને આઝાદ ભારતના પ્રથમ […]

ભૂકંપ પાકિસ્તાનમાં અને આંચકા ભારતમાં !!

મધ્યરાત્રી બાદ એક કલાક અડતાલીસ મીનીટે પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવતાં આંચકા છેક દિલ્હી સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ હોવા છતાં કોઈ જ જાનહાની નોંધાઈ નથી એ આશ્ચર્યની વાત છે…ભૂકંપના આંચકા છેક દિલ્હી સુધી અનુભવાયા હતા. ઠંડીના આક્રમણ વચ્ચે મીઠી નીંદર માણતા દિલ્હીવાસીઓ ભૂકંપનો એક મિનીટ લાંબો આંચકો અનુભવી બહાર […]

લંડનમાં બોમ્બની અફવા બાદ અમિતાભને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા …

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન શુટીંગ માટે હાલ લંડનમાં છે. જ્યાં તેઓ એક હોટલમાં ઉતર્યા હતા. જોકે, આજુબાજુના વિસ્તારમાં વિસ્ફોટક હોવાની આશંકાના પગલે પોલીસે હોટલ ખાલી કરાવી હતી. ત્યારે અમિતાભે ટ્વિટર પર માહિતી આપી હતી કે,  “લંડનમાં મારી હોટલમાં કોઈક ઈમરજન્સી આવી છે. ભયંકર ઠંડીમાં બધા પ્રવાસીઓને હોટલમાંથી બહાર કાઢીને રસ્તા પર ઊભા કરી દેવામાં આવ્યા […]

આવતીકાલે શેર બજારમાં અફડાતફડી???

દુનિયા આખીને મુઠ્ઠીમાં રાખવાની સલાહ આપી સ્વર્ગે સિધાવેલા ધીરુભાઈ અંબાણીના પુત્ર અનીલ અંબાણીથી આજકાલ કેન્દ્ર સરકાર નારાજ છે એ વાત સૌ જાણે જ છે…કસમયે લીધેલા ખોટા નિર્ણયોને પગલે અનીલ અંબાણી આજકાલ કેન્દ્ર સરકારની નારાજગી ભોગવી રહ્યા છે…અને કદાચ એણે કારણે જ ગઈકાલે ‘સેબી’ એ અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની ટોચની બે કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો હોવાની […]

ભાજપની કારોબારીમાં ગાંધી પરિવાર સામે બોફોર્સ તકાઈ..

બે દિવસ માટે આસામના પાટનગર ગુવાહાટીમાં મળેલી ભાજપની રાષ્ટ્રિય કારોબારીમાં ભાજપ પ્રમુખ નીતિન ગડકરી સહીત અનેક નેતાઓએ ગાંધી પરિવાર સામે બોફોર્સનું નાળચું તાકી હવે અંતિમ યુદ્ધ લડી લેવાનું નક્કી કરતાં બોફોર્સ તોપ હવે દિલ્હીમાં ફૂટશે એમ લાગી રહ્યું છે… ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સોનિયા ગાંધી પર ટિપ્પણી કરતા ઈટાલીના વેપારી ક્વાત્રોચી દ્વારા […]

Photo Gallery