|   Today : 10/05/2021       03:58:48    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અંક્લેશ્વરનો એફલ્યુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ..પ્રદુષણ ઘટ્યું કે વધ્યું???

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાની તેર ગ્રામપંચાયત અને એક ચેરીટેબલ ટ્રસ્ટે ભરૂચ ઇકો એકવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નો ફાઇનલ એફલ્યુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દેવા અને તેના માટેનો એમઓયુ કરવા માટે સરકાર તરફથી આમંત્રણ મેળવવા માટે મુખ્યમંત્રીને આશ્રર્યજનક ફેક્સ કર્યો છે.એટલુજ નહીં, જરૂર પડે કોર્ટ કેસ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત […]

ફાર્મ હાઉસો પર પોલીસની બાજ નજર…પાર્ટીબાજો અન્ય જીલ્લાઓ તરફ ફંટાયા…

વડોદરા જીલ્લાના પોલિસ વડા તરીકે ગગનદીપ ગંભીરે જ્યારથી ચાર્જ લીધો છે ત્યારથી છાશવારે ડ્રીન્કસની પાર્ટી યોજતા ફાર્મ હાઉસોના માલિકોમાં માયુસી છાઈ છે…ગગનદીપ કોઈને ગાંઠતા નથી અને કોઈની શેહ્શરમ ભરતા નથી…બાતમી મળતાં જ ગગનદીપ ગંભીર રેઇડ કરે છે..માલેતુજારોના પુત્રોને પણ પકડ્યા છે..૩૧ મી ની રાત્રે મોટી મોટી પાર્ટીઓનું અગાઉ તો આયોજન થતું હતું ..પરંતુ આ વખતે […]

જન્મભૂમિ નડિયાદમાં જ સરદારને શ્રદ્ધાંજલિની કોઈને ફુરસદ ન હતી

અખંડ ભારતના શિલ્પી પૂ.સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ નડિયાદમાં જ બુધવારે તેઓની ૬૦મી પૂણ્યતિથીએ સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનું રાજકીય અગ્રણીઓ ભૂલી ગયાં હતાં. વારંવાર સરદાર પટેલના નામનો ઉપયોગ કરવાનું ક્યારેય નહીં ભૂલનારાં પદાધિકારીઓથી માંડીને તમામ રાજકીય અગ્રણીઓ બુધવારે લોખંડી પુરુષની પુણ્યતિથી નિમિત્તે તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે ફરક્યાં ન હતા. નવાઈની વાત તો એ છે […]

કલેક્ટર-રજિસ્ટ્રાર પર નરેન્દ્ર મોદી તાડુક્યાં ….

આણંદ જિલ્લાની ફડચામાં ગયેલી સહકારી મંડળીઓમાં નાણાં પરત મેળવવા રણશિંગુ ફૂંકનાર વરિષ્ઠોનું એક પ્રતિનિધિ મંડળ ગુરૂવારે ગાંધીનગર પહોંચ્યું હતું અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક સ્વાગત ઓન લાઈન કાર્યક્રમમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓને હાજર રાખી રીતસર ઉધડો લીધો હતો. ઉપરાંત તાત્કાલિક પગલાં ભરવા આદેશ આપ્યો હતો, જેને પગલે દોડતાં થયેલાં તંત્રએ શુક્રવારે […]

ગોધરા તા.પં.ના બળવાખોર પ્રમુખનું રાજીનામું

પક્ષના મેન્ડેટનો વિરોધ કરી અન્ય સભ્યોના સમર્થનથી ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપને પછડાટ આપનાર ભાજપના જ બળવાખોરો પક્ષની નોટિસ સામે ઘુંટણીએ પડી ગયા હતાં. તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિત ૧૩ સભ્યોને આપેલી નોટિસ સામે ગુરૂવારે પ્રમુખે હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતું જ્યારે અન્ય સભ્યોએ માફી દર્શાવતા ખુલાસા રજૂ કરતાં ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપનો માર્ગ ખુલ્લો થઇ […]

રાહુલ ગાંધી આણંદની મુલાકાત લેશે!

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના હોદ્દેદારોની આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અને તેના ભાગરૂપે હાલ ચાલી રહેલી સભ્ય નોંધણીના પગલે પક્ષના મહામંત્રી રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ આણંદની પણ મુલાકાત લે તેવી શક્યતા બળવત્તર બની છે. આ અંગે એનએસયુઆઈના અમીત શરાફે આણંદ ખાતે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એનએનયુઆઈ દ્વારા તા.૧૫મીથી સભ્ય […]

ભાજપાના બંડખોરોને નોટિસ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી હતી. ત્યાર બાદ ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીમાં બળવો થતાં ભાજપાની ભવાઇ ખુલ્લી પડી ગઇ હતી. ઝાલોદમાં બંડ પોકારનારા ૧૫ અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારાતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લાની સાત તાલુકા પંચાયતો પૈકી ૬ પંચાયતોમાં આમ તો ભાજપાનુ […]

બળવાખોરોને બહાર કઢાયા….હવે વાઘોડિયાનો વારો???

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને અભૂતપૂર્વ બહુમતી મળી હોવા છતાં કેટલીક તાલુકા પંચાયતોમાં બળવા થયા હતા…ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપના જ બહુમતી સભ્યોએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પોતાનો ઉમેદવાર ઉભો રાખી મહિલા સભ્યને પ્રમુખપદે બેસાડ્યા હતા… આજે પાર્ટીની નેતાગીરીએ આ બનાવને અત્યંત ગંભીર ગણી મહિલા પ્રમુખ અને બળવો કરનાર તમામ સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા પડઘા વડોદરા […]

દાહોદ જિલ્લા પંચાયતમાં પ્રમુખે સત્તા ગ્રહણ કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શંકરભાઇ આમલિયારનું નામ નક્કી થતાં તેમણે ગુરુવારે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો વચ્ચે ચાર્જ ગ્રહણ કર્યો હતો. થોડા સમય પહેલાં જ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૩૯ બેઠકોમાંથી ૩૧ ભાજપના ફાળે ગઇ હતી. જેમાં મારગાળા બેઠક ઉપરથી અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર શંકરભાઇ […]

દેવદિવાળીથી સયાજીસમાચાર.કોમ નો પ્રારંભ…

સયાજીસમાચાર વડોદરાનો અવાજ હતું…કેટલાયે કૌભાંડોનો અમે પર્દાફાશ કર્યો…કોઈની સાડાબારી ના રાખી…વડોદરાની જનતાની વ્યથા અને કથા રજુ કરી…અનેક દબાણ આવ્યા…અમે ના નમ્યા એટલે અનેકને ના ગમ્યા..ચેનલ તો અનેક કારણોસર બંધ કરવી પડી…પણ હવે ઈન્ટરનેટ પર ક્યાં કોઈ પાબંદી છે??? વડોદરાનો અવાજ હવે વિશ્વવ્યાપી બનવા જઇ રહ્યો છે…તમારે માત્ર કોમ્પુટર પર નેટ શરુ કરી sayajisamachar.com પર ક્લિક […]

Photo Gallery