|   Today : 22/04/2021       04:31:47    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મોદીએ લખ્યું Vote for Louts અને થઇ ગયો અર્થનો અનર્થ

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહિ પણ એમની Highly paid હાઈટેક ટીમે આજે ટ્વિટર પર મતદારોને અપીલ કરતા લખ્યું કે, ” Urged people to start voting early and Vote for Louts and give Bjp a chance to serve again. ભાજપીઓની ટીમની પોસ્ટ અને મોદીના એકાઉન્ટ પર બાજનજર રાખતા કોંગ્રેસીઓએ પણ આ પોસ્ટ એટલે કે ટ્વિટ વાંચ્યું […]

રાદડિયાને કારણે શરુ થયો સૌરાષ્ટ્ર ભાજપમાં સર્વોપરિતાનો જંગ

રાજકોટમાં સહકારી ક્ષેત્રે નવા ભાજપ સામે જુના ભાજપની લડાઈ આજે પરાકાષ્ઠાએ પહોંચી છે. માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચારના આક્ષેપ બાદ વિઠ્ઠલ રાદડિયા જૂથના તમામ ડિરેક્ટરો રાજીનામું આપી દિધું છે. જે અંતર્ગત વિઠ્ઠલ રાદડિયા જૂથના 5 ડિરેકટરો રાજીનામા મોકલી આપ્યા છે. ગાંધીનગર ખાતેની સહકારી નિયામકની કચેરીમાં ફેક્સ કરીને રાજીનામા મોકલવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સહકારી અને […]

લાખો રૂપિયા સાથે ડભોઈમાં ઝડપાયા બે 'પિધેલ' નબીરા

ગઈકાલે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી ડભોઇ પોલિસે શંકાસ્પદ હાલતમાં પાર્ક થયેલી ઈન્ડીકા કાર નિહાળી તહેકીકાત કરતા બે ખાનદાની નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં મુદ્દામાલ સહીત ઝડપી ગયા હતા. પોલિસે કારની તલાશી લેતા બંને પાસેથી ચૌદ લાખ રૂપિયાની નકદ મળતા પોલિસ ચોંકી ઉઠી હતી અને નકદ અંગે વધુ તપાસ કરતા બંને નબીરા સંતોષકારક જવાબ ન આપી શકતા […]

તિસ્તાએ જામીન માટે રાહ જોવી પડશે…

પાંડરવાડા નરકંકાલ કેસમાં તિસ્તા શેતલવાડનું પણ નામ બહાર આવતા  ગોધરા સેશન્સ કોર્ટમાં તિસ્તા શેતલવાડ દ્વારા આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સત્ર અદાલતમાં આજે હાથ ધરાવાની હતી.પરંતુ આ સુનાવણી ૧૦ ફેબ્રુઆરી પર મુલતવી રખાતા આગોતરા જામીન માટે તિસ્તાએ રાહ જોવી પડશે. આ એજ તિસ્તા છે જેણે અનેક મામલે ગુજરાત, ગુજરાત સરકાર અને […]

અમિત શાહે અમદાવાદ આવવા હજુ રાહ જોવી પડશે..

સોહરાબુદ્દીન ફર્જી એન્કાઉન્ટર કેસના આરોપી એવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે અમદાવાદ પ્રવેશ માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે. સોહરાબ કેસમાં હાઇકોર્ટ દ્વારા અપાયેલા જામીન ને સીબીઆઈએ સર્વોચ્યમાં પડકારતા હાલ આ મામલે દલીલો ચાલી રહી છે. સર્વોચ્ય અદાલતે જામીન રદ કરવા અંગેની સીબીઆઈની અરજી દાખલ કરી આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી અમિત શાહને […]

ગોધરા કાંડના આરોપીઓને નવ વર્ષ બાદ મળશે સજા..

આજથી નવ વર્ષ પૂર્વે ગોધરા રેલ્વે સ્ટેશનની બહાર બનેલા એક બનાવે આખાયે દેશનું વાતાવરણ ડહોળી નાખ્યું હતું. શાંતિપ્રિય ગણાતા ગુજરાતીઓએ એ બનાવ બાદ એવો તો પ્રતિસાદ આપ્યો હતો કે દેશ અને દુનિયા આખી હચમચી ગઈ હતી. એ બનાવ એટલે સાબરમતી એક્સપ્રેસના એસ-૬ ડબ્બાને આગ ચાંપવાનું કેટલાક ધર્માંધ કોમી તત્વોનું નૃશંશ કૃત્ય… ૫૯-૫૯ નિર્દોષ કારસેવકોને , […]

હવે રાજ્યના માત્ર ત્રણ જીલ્લાઓ ઉત્સવરહિત…

ઉત્સવપ્રિય ગુજરાતી પ્રજાને જ્યારથી નરેન્દ્ર મોદી જેવા ઉત્સવપ્રિય શાસક મળ્યા છે ત્યારથી મઝા જ મઝા છે. રાજ્યના માત્ર ત્રણ જીલ્લાઓ જ હવે ઉત્સવરહિત રહી ગયા છે. બાકી તમામ જિલ્લાઓમાં ક્યાં તો ૧૫ મી ઓગસ્ટ અથવા ૨૬ જાન્યુઆરી તથા ૧ લી મેના કાર્યક્રમોનું આયોજન થઇ ચૂક્યું છે. કચ્છ, ખેડા અને તાપી આ ત્રણ જિલ્લામાં મોદીજી હજુ […]

ભગવદ્ ગીતા માનવજાતનો મહાગ્રંથ : ગુણવંત શાહ

‘ભગવદ્ ગીતાને હિંદુનો ગ્રંથ ન કહો. જ્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ અપાયો ત્યારે પૃથ્વી પર એક પણ હિંદુ ન હતો, આ પૃથ્વી પર એક પણ મુસલમાન ન હતો, એક પણ ખ્રિસ્તી ન હતો. ભગવદ્ ગીતા એ કેવળ માનવને અપાયેલો ઉપદેશ છે,આ એક માનજાતનો મહાગ્રંથ છે.’ એમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડો. ગુણવંત શાહે આજે બુક સ્ટોર […]

સીટ માં શરૂ થઇ સિયાસત…કુતરું ખેંચે ગામ ભણી…શિયાળ ખેંચે સીમ ભણી…

સોહરાબુદ્દીન કેસની તપાસ હજુ માંડ પૂરી થઇ ત્યાં તો સર્વોચ્ય ના આદેશથી ઇશરત જહાં કેસની તપાસ કરવા નિયુક્ત કરવાંમાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના ત્રણ સભ્યો વચ્ચે અપેક્ષા પ્રમાણે મતભેદો સપાટી પર આવતાં તપાસની તટસ્થતા સામે પ્રશ્નાર્થ થયા છે. ચકચારી ઇશરત ઝંહા એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે નિમેલી એસઆઇટીમાં ઘેરા મતભેદો હોવાનું બહાર આવ્યું છે. એસઆઇટીને મદદ કરવા […]

દેશી-વિદેશી પોલીસોએ કહ્યું 'જય સ્વામિનારાયણ'…

ભારતીય અને વિદેશી પોલીસ અધિકારીઓની બનેલી સરદાર પટેલ વર્લ્ડ પોલીસ યુનિટી ટીમ ટીમે હરિધામ સોખડાની મુલાકાત લીધી હતી.અને હરિભક્તોને ‘જય સ્વામિનારાયણ’ પાઠવ્યા હતા. હરિધામ સોખડામાં યુનિટી ટૂરની ટીમે આરતી અને પ્રવચનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મંદિરના સેવક મહેશ ઓઝાએ યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામના પ્રેરક પૂ.હરિપ્રસાદ સ્વામીનાં કાર્યો વિશે વર્લ્ડ યુનિટી ટીમને માહિતગાર કરી હતી. […]

Photo Gallery