|   Today : 10/05/2021       03:55:41    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત : એલર્ટ જારી

નવા વર્ષની ઉજવણીમાં મસ્ત બનતાં બે મહાનગરો અમદાવાદ-મુંબઇમાં ત્રાસવાદી હુમલાની દહેશત વ્યકત કરવામાં આવી છે. આ માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદીઓની વાતચીત આંતરતા હુમલાની હકીકત બહાર આવી છે. લશ્કર-એ-તોયબા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આતંકીઓ હુમલો કરે તેવી સંભાવના છે, એમ ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું […]

ગાંધીનગર પ્લાસ્ટિક ફ્રી સિટી જાહેર

પાટનગરના પર્યાવરણને વધુ તંદુરસ્તી બક્ષવા માટે સરકારે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આગામી ૧ જાન્યુઆરી ૨૦૧૧થી ગાંધીનગરમાં પ્લાસ્ટિકની કોથળીના ઉપયોગ પર સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવા માટે એક સાથે ૫ જુદા જુદા તંત્રો આગામી ૧લી તારીખથી કામે લાગવાના છે. કેમ કે, અહીં પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ સદંતર બંધ કરવા માટે […]

ડમી રાઇટર કાંડ : આખરે ચાવડાની ધરપકડ !!!

ડમી રાઈટર કાંડના મુખ્ય આરોપી ગણાતા બોર્ડના તત્કાલીન સચિવ એચ.એન. ચાવડાની આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. નોંધનિય છે કે કોર્ટે ચાવડાના આગોતરા જામીનને અગાઉ ફગાવી દીધા હતા.છેલ્લા એક વર્ષથી ‘ભાગતાફરતા’ અદ્રશ્ય ચાવડા પોલીસને મળતાં જ નહોતા…પાડ માનો મીડિયાનો કે જેણે આખરે ત્રણ દિવસ પહેલા આણંદમાં પ્રગટ થયેલા ચાવડાને શોધી નાખ્યા…મીડિયા એ ચાવડાની માહિતી […]

છ વર્ષ બાદ પાર્થિવનું ટીમ ઈન્ડિયામાં પુનરાગમન..ગુજરાત ખુશ હુઆ..

ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ વન ડે શ્રેણીની અંતિમ ત્રણ વન ડે માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ઝડપી બોલર ઝહિર ખાન અને પ્રવીણ કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા બેટ્સમેન સુરેશ રૈનાને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત રણજી ટીમના સુકાની અને વિકેટકિપર પાર્થિવ પટેલનો અંતિમ બે વન […]

આશારામ આશ્રમ ફરી વિવાદમાં….

આશારામ બાપૂનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવી ગયુ છે. આશારામ બાપૂએ ગોંડા આશ્રમના સંચાલક પ્રદીપ પ્રભુ પર બાળકોના અપહરણનો આરોપ લગાવ્યો છે. એક પિતાએ પ્રદીપ પ્રભુ પર પોતાના પુત્રને પટાવીને તેનુ અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. પિતાની ફરિયાદ પછી સમય રહેતા જીઆરપીની મદદથી લખનૌમાંથી બાળકને સુરક્ષા હેઠળ લેવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન પ્રદીપ […]

ભારતના ૧૩ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો ઉમેરાશે

ભારતના ઝડપથી વિકસી રહેલા અને લાજેઁસ્ટ સિટીની યાદીમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ કરવામાં આવશે. દેશના ૧૩ શહેરો એવાં હશે કે જેમાં વસ્તી વધારો એક મોટી સમસ્યા બનીને ઉભરશે. મુંબઇની વસ્તી આવનારા ૨૦ વર્ષમાં વધીને ૩.૩૦ કરોડ (૩૩ મિલિયન) થઇ જશે, જ્યારે અમદાવાદની વસ્તી ૮૦.૪૦ લાખ (૮.૪ મિલીયન) થશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે તૈયાર […]

અમારો હેતુ ગુજરાતને ગ્લોબલ હબ બનાવવું:મોદી

નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોની સાથે મુલાકાત યોજી હતી. તેમણે રોકાણકારો સામે ગુજરાતને રોકાણના આદર્શ સ્થાન તરીકે રજૂ કરીને ‘બિઝનેસ લીડર્સ’ને પ્રતિષ્ઠિત વાઈબ્રન્ટ ગુજરાત આયોજનમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ રોકાણકારો સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ તેમને આ કાર્યક્રમમાં વિચારો, પહેલવૃતિઓ, મહત્વકાંક્ષાઓ, પ્રેરણાઓ, યોજનાઓ સાથે આવવા આમંત્રણ પાઠવે […]

ગુજરાતમાં SPV હેઠળ રેલવેના બે પ્રોજેક્ટ પૂર્ણ

ગુજરાતમાં ભારતીય રેલવેએ સ્પેશિયલ પર્પસ વ્હિકલ(એસપીવી) હેઠળ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. જ્યારે એક પ્રોજેક્ટનું કામ ચાલું છે. ગુજરાતમાં બે ગેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટ સુરેન્દ્રનગર-પિપાવાવ અને ગાંધીધામ-પાલનપુર પૂર્ણ થઇ ગયા છે. જ્યારે ભરૂચ-દહેજ ગેજ કન્ઝર્વેશનનું કામ ચાલું છે. તેમ રેલવેના રાજ્યકક્ષાના મંત્રી એ અહેમદે રાજ્યસભામાં ઝારખંડના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો. […]

૭ એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાનો બોર્ડનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૭ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવાની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને મેડીકલમા પ્રવેશ માટે મહત્વની ગણાય છે. જેના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હવે શરૂ કરાશે. બોર્ડ દ્વારા ગુજકેટ-૨૦૧૧ માટેની ફોર્મ અને માહિતી પુસ્તિકાનુ વિતરણ ૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ નક્કી કરેલા વિતરણ કેન્દ્ર પરથી […]

મોડાસામાં વાઘોડિયાના ઉસ્તાદ-છોટુએ બોમ્બ પ્લાન્ટ કર્યો

સ્વામી અસીમાનંદની હૈદરાબાદની મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં ધરપકડ બાદ ગુજરાતના મોડાસા બોમ્બ વિસ્ફોટની તપાસ તેજ બની છે. વિસ્ફોટમાં વપરાયેલું બાઇક સુરતનું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ મોડાસાના સૂકા બજારમાં વિસ્ફોટક ભરેલું બાઇક વડોદરા નજીકના વાઘોડિયામાં રહેતા ઉસ્તાદ અને છોટુ નામના બિનગુજરાતી યુવકો મૂકી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)એ કર્યો છે. આ બંને વર્ષ […]

Photo Gallery