|   Today : 22/04/2021       05:07:57    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

પ્રમુખસ્વામી સામેની ફરિયાદ સ્વીકારનાર સરકાર સામે વ્યાપક રોષ

વિશ્વવંદનીય ગણાતા પ્રમુખસ્વામી મહારાજ વિરુદ્ધ એમના બે જુના શિષ્યો દ્વારા કરવામાં આવેલી યૌન શોષણની ફરિયાદ મોદી સરકારની પોલિસે સ્વીકારતા દેશ અને દુનિયામાં ફેલાયેલા એમના કરોડો ભક્તો અત્યંત નારાજ થયા છે. બોચાસણવસી અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના વડા અને વિશ્વભરમાં જેમની ખ્યાતી છે એવા અત્યંત સાલસ સ્વભાવના પ્રમુખસ્વામી મહારાજ વિરુદ્ધ એમના બ જુના શિષ્યો દ્વારા કરવામાં આવેલી દ્વેષભાવયુક્ત […]

મકાન તૂટ્યું અને મુસ્લિમ માફિયા સામે મુસ્લિમો જ મેદાનમાં…

મુસ્લિમ બહુલ કાલુપુર વિસ્તારમાં મુસ્લિમ માફિયા બિલ્ડર બાટા બંધુ દ્વારા નિર્માણાધીન બહુમાળી મકાન તૂટી પડ્યા બાદ માર્યા ગયેલા મુસ્લિમોના પરિવારજનો તથા જેમની પાસે આ માથાભારે બિલ્ડરોએ મકાનો પચાવી પડ્યા છે એવા તમામનો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચ્યો છે અને મુસ્લિમોએ જ મુસ્લિમ કાઉન્સિલર સહીત મુસ્લિમ માફિયા સામે જેહાદ છેડી છે. જો કે આખાયે ખેલમાં ભાજપ […]

સ્વ.અશોક ભટ્ટની જન્મજયંતીએ ભટ્ટપુત્ર ભૂષણ ઉમેદવારી નોંધાવશે..

અમદાવાદનું હૃદય ગણાતા ખાડિયાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આજ બેઠક પર નવ વાર વિજય મેળવનાર સ્વ અશોક ભટ્ટના પુત્ર ભૂષણ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે અને બે બ્રાહ્મણો વચ્ચે જંગ થશે કારણ કોંગ્રેસે આ બેઠક પર જગત શુક્લ ની પસંદગી કરી છે. ખાડિયા બેઠક પર જેમનું એકચક્રી રાજ હતું એવા ભાજપના પીઢ નેતા […]

બોર્ડ-નિગમોમાં ભરતીનો દોર શરુ કરી મોદીજીએ દિલ્હી જવાના સંકેત આપ્યા…

છેલ્લા આઠ-આઠ વર્ષોથી ભાજપના કાર્યકરો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા એ કામ હવે મોદીજીએ આજે એકાએક શરુ કરતાં મહાનાયક બનવા મોદીજી દિલ્હી પ્રયાણ કરશે એવા સંકેત અર્વાચીન ચાણક્યે આપી દેતા ગાંધીનગરના રાજકિય વર્તુળોમાં દિવસભર ચર્ચા રહી. ગુજરાતના નાથ બનીને નરેન્દ્ર મોદી દિલ્હીથી આવ્યા ત્યાર બાદ એમના કાર્યકાળમાં બોર્ડ અને નિગમોમાં નિમણુંક થઇ નહોતી.હજારો […]

કોંગ્રેસના સ્ટીંગથી ચેતતા રહેવા મોદીએ ભાજપીઓને શિખ આપી…

અબજો કરોડ ના કૌભાંડોમાં ઘેરાયેલી કોંગ્રેસને ગુજરાતમાંથી નામશેષ કરવાની વ્યૂહરચના ઘડવા તથા વાયબ્રન્ટ સમિટની ભવ્ય સફળતા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા તથા ખાડીયા વિધાનસભાના ઉમેદવારના નામની ચર્ચા સહીત અનેક વિષયો પર મંથન કરવા કચ્છના રણમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારી મળી રહી છે. રણોત્સવ દરમ્યાન તૈયાર કરાયેલા તંબુઓમાં જ કારોબારીના સભ્યોને ઉતારો આપવામાં આવ્યો છે. […]

સોહરાબ કેસમાં નવો વળાંક…અમીને ફરી રંગ બદલ્યો…

લગભગ ભૂલી ગયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માંગતા પૂર્વ પોલીસ અધિકારી એમ.કે. અમીને આજે એકાએક કાંચિડાની જેમ રંગ બદલી તાજના સાક્ષી બનવા માટેની જે અરજી કરી હતી એ પાછી ખેંચતા સોહરાબ કેસના નામે રાજકારણ રમતા કોંગી નેતાઓના ચહેરાના નુર ઉડી ગયા હતા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહેરાત કરી સહઆરોપીઓનો રોષ […]

કારમી હાર ઝેલતી કોંગ્રેસ કારોબારી બોલાવી કરે છે મંથન…

છેલ્લા પંદર વર્ષોથી સત્તાનો વનવાસ ભોગવતી કોંગ્રેસ પાર્ટી મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓમાં કારમો પરાજય ઝેલ્યા બાદ ૨૦૧૨મા આવનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને હવે પુનઃ ઉત્થાન માટે કવાયત શરુ કરી હોય એમ લાગે છે..બે મહિના પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં લગભગ નામશેષ થઇ ગયેલી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ અને વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે આપેલા રાજીનામાં […]

મોદીજીનો નવો અંદાજ…ટાઈગરને ચેલેન્જ આપવા મોદી ગોલ્ફ કોર્સ પહોંચ્યા..

ગઈ કાલે ઉત્તરાયણની મઝા માણવા મણીનગર સહીત અમદાવાદના અનેક વિસ્તારોમાં ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ થઇ ગુજરાતી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મોના થીબા સાથે પતંગ ઉડાડવા ધાબે ચડેલા મોદીજીના અંદાજને નિહાળી અમદાવાદીઓ ઓળઘોળ થઇ ગયા હતા…તો આજે ગોલ્ફના વસ્ત્રો ધારણ કરી મોદીજી પહોંચ્યા હતા ગુજરાત ગોલ્ફ કેન્સવેલી ચેલેન્જિંગ 2011માં. ગોલ્ફના સુપરસ્ટાર ટાયગર વૂડ્ઝ ને પણ ચુનૌતી આપતા હોય […]

મોદીજીને વિઝા આપવા હજુ એ અમેરિકા રાજી નથી…

સમગ્ર વિશ્વનું ધ્યાન જેમના પર કેન્દ્રિત છે એવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી અમેરિકાના પ્રતિનિધિ તરીકે યુ.એસ. કાઉન્સેલ જનરલ પૌલ પોલ્સ્મ્બી વાયબ્રન્ટ સમિટના ખાસ મહેમાન બની ને આવ્યા હતા અને ગુજરાતની પ્રગતિથી ખાસા પ્રભાવિત થયા હતા..પરંતુ લાગે છે કે એમના દેશની સરકાર હજુ મોદીજીના મામલે સુધરી નથી. વાયબ્રન્ટ સમિટમાં બોલતા પૌલ પોલ્સ્મ્બી એ […]

કોન્ગ્રેસની આંતરીક જૂથબંધી..સુરતમાં જાહેરમાં દેખાઈ…

રોજ સવાર થાય અને કોંગ્રેસ માટે નવી મુસીબત ઉભી થાય.કોંગ્રેસની આંતરીક જૂથબંધી સર્વત્ર દ્રશ્યમાન છે…અને તેમાંયે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર ગમા-અણગમા છે… મહારાષ્ટ્રમાંથી ચૂંટાઇને કેન્દ્રમાં મહત્વના વિભાગો સંભાળતા મંત્રીઓ વિલાસરાવ દેશમુખ અને સુશીલકુમાર શિંદે વચ્ચેના મતભેદો આજે સુરતમાં એલ એન્ડ ટીના કાર્યક્રમમાં દેખાઈ આવ્યા હતા. શિંદેએ કેન્દ્રના ઊર્જામંત્રાલય દ્વારા એલ એન્ડ ટીને મદદનું વચન અપાતા […]

Photo Gallery