|   Today : 10/05/2021       03:50:20    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ગુજરાતમાં 'આપ'ને મળ્યા નવા રાહબર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અપ્રત્યાશિત વિજયને પગલે રાજનીતિ ગરમાઈ છે.દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આપના ગુજરાતમાં અત્યાર સુધીમાં 80 હજારથી વધુ સભ્યો નોંધાઈ ચૂક્યા છે. તેમજ આજથી શરૂ થયેલા સભ્ય નોંધણી કાર્યક્રમને પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આજે સવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરિયા આપમાં […]

ગવર્નરે લોકાયુક્તની નિમણુંકને આપી મંજુરી

મોદી સરકારની ભલામણ બાદ આજે રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલે હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને મંજુરી આપતા હવે જસ્ટીસ બુચ બનશે નવા લોકાયુક્ત. મોદી રાજમાં પહેલી વાર દસ વર્ષ બાદ અત્યંત વિવાદાસ્પદ રહેલ ગુજરાતના લોકાયુક્તની ખુરશી હવે ભરાશે. આજે રાજ્યપાલ દ્વારા રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને સત્તાવાર રીતે મંજુરી આપવામાં આવી હતી. અગાઉ બુચના નામની કેબીનેટે […]

આખરે લોકાયુક્તની નિમણુંકનો માર્ગ ખુલ્યો

આજ કી તાજા ખબર છે કે “આખરે ગુજરાતમાં લોકાયુક્તની થઈ નિમણૂંક.” હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.પી. બુચ પર ગુજરાતના લોકાયુક્ત તરીકે કેબિનેટે મારી મંજૂરીની મહોર અને માર્ગ મોકળો થયો. જે પદ પર નિવૃત્ત ન્યાયાધીશ રમેશચંદ્ર મહેતાની નિમણુંક ન થાય એ માટે મોદી સરકાર દ્વારા રાજ્યની તિજોરીના ૪૫ કરોડ ખર્ચવામાં આવ્યા એ અત્યંત વિવાદાસ્પદ લોકાયુક્તની ખુરશી હવે ભરાઈ […]

પાકિસ્તાની ગાયકનો શો આખરે રદ કરાયો

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પાકિસ્તાની સિંગર આતિફ અસ્લમનો જે લાઇવ શો રાખવામાં આવ્યો હતો એનો બજરંગ દળ જબરદસ્ત વિરોધ કરી રહ્યું હતું. ગઈકાલે બજરંગ દળના કાર્યકરોના વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ થયેલી અટકાયતને પગલે દિલ્હી અને નાગપુરથી સંદેશ મળતા મોદી સરકારે પોલિસ પરવાનગી ન આપી આ શો ને રદ કરાવ્યો. આયોજકોએ જાહેર કર્યું કે સુરક્ષાના કારણોસર […]

નારાયણની જામીન અરજી સત્ર કોર્ટે ફગાવી

ગુજરાત પોલીસના અત્યંત બાહોશ અધિકારી ગણાતા રાકેશ અસ્થાનાની ગીરફતમાં ન આવતા ભાગેડુ નારાયણ સાંઇની જામીન અરજી આખરે લાંબા વાદવિવાદ બાદ સુરતની સત્ર અદાલતે ફગાવતા હવે નારાયણ પાસે સરન્ડર થવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આજે સુરતની સત્ર અદાલતે મોડે મોડે આગોતરા જમીન અરજી ફગાવી દેતા હવે સુરત પોલિસ વધુ કડક કાર્યવાહી કરી શકશે. જો કે […]

નારાયણને પકડવામાં ગુજરાત પોલિસ નાકામ

આશ્રમમાં આવતી યુવતીઓ અને બાળાઓ તથા સગીરાઓ પર બુરી નજર નાખનાર કથિત કથાકાર આસુમલ ઉર્ફે આસારામનો જેલવાસ લંબાયો છે જયારે એનો ઐયાશ પુત્ર નારાયણ સાઇ હજુ હોનહાર ગણાતી ગુજરાત પોલિસની ગીરફતમાં આવતો નથી એ અત્યંત સૂચક અને શંકાસ્પદ છે. નારાયણના માથે પાંચ લાખનું ઇનામ જાહેર કરનાર સુરત પોલિસના કમિશ્નર રાકેશ અસ્થાના ભૂતકાળમાં અનેક ખૂંખાર આરોપીઓને […]

નામચીન નારાયણ અમદાવાદમાં છુપાયો?

બળાત્કારના કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા નારાયણ સાંઈની ધરપકડ માટે સુરત પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે.. સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમે નારાયણ સાઈની શોધખોળ રૂપે દરોડા અમદાવાદના સીજી રોડ પર દરોડા પાડયા હતા.. આસારામની ખૂબ જ નજીકના એક સાધક અને બિલ્ડર સુનિલ સવાણીની ઓફિસ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા.. જેમાં પોલીસને 22 બોટલ […]

કસ્ટડી લંબાતા વૈકુંઠમાં આસુમલ કરશે દિવાળી

સગીરા શિષ્યાના યૌન શોષણ કેસમાં આસારામનો જેલવાસ લંબાયો છે. આસારામે આ વર્ષે દિવાળી જેલમાં જ પસાર કરવી પડશે. આસારામની જ્યુડિશિયલ કસ્ટડી પુર્ણ થતા તેમને જોધપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યા જોધપુર સેશન્સ કોર્ટે આસારામને 6 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ પોલિસ આસારામ વિરુદ્ધ ચાર્જશીટ આજે દાખલ કરવાની તે પણ હવે  છઠ્ઠી […]

માંજલપુર…..

માંજલપુર,સીટી,મકરપુરા,માણેજા ,તરસાલી માં ફ્લેટ ભાડે આપવના છે… ઉંમંગ રીયલ એસ્ટેટ અરિહંત સુપર માર્કેટ માંજલપુર ,વડોદરા ૩૯૩૨૩૯૯,૯૩૨૭૪૧૨૮૯૯ Share:

Photo Gallery