|   Today : 03/12/2020       06:41:39    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

135 મિનિટ, 109 બોલ અને અણનમ 2 રન

જો કોઈ બેટ્સમેન 135 મિનિટ સુધી પિચ પર રહીને 109 બોલનો સામનો કરીને ફક્ત 2 રન બનાવે તો તેને અત્યંત ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના બેટ્સમેન રોહિત દહિયા માટે આ પ્રદર્શન તેની કારકિર્દીનું સૌથી યાદગાર પ્રદર્શન બની ગયું છે.

રોહિતે દિલ્હી સામે રણજી ટ્રોફી એલીટ ગ્રુપ-એ મેચમાં શનિવારે આ યાદગાર ઈનિંગ્સ રમી હતી. તેની આ ઈનિંગ્સની મદદથી ગુજરાતે તેની હારને ટાળી હતી. જો કે ઓપનર પ્રિયંક પંચાલે શાનદાર 134 રન બનાવ્યા હતા પરંતુ રોહિતના અણનમ બે રન પણ કોઈ સદીથી ઓછા નહોતા.

હકિકતમાં રોહિત મીડિયમ પેસર બોલર છે અને તેની પાસેથી આટલા લાંબા સમય સુધી પિચ પર ટકી રહેવાની આશા નહોતી. પરંતુ આઠમાં નંબરે બેટિંગમાં ઉતરેલો રોહિત જાણે સોગંધ લઈને આવ્યો હતો કે તેણે તેની વિકેટ નથી ગુમાવવી.

રોહિત એક છેડે અડી રહ્યો અને પોતાની ટીમને હારમાંથી ઉગારી લીધી. ગુજરાતે નવ વિકેટે 289 રન બનાવ્યા હતા અને મેચ ડ્રો રહી હતી.

Share:

Comments are closed

Photo Gallery