હ્રીતિકને નિહાળવા ઉમટ્યો યુવા સૈલાબ
અદ્ભુત નૃત્યો માટે જાણીતા બોલીવુડના સુપર સ્ટાર હ્રીતિક રોશનને નિહાળવા આજે વડોદરાના યુવા હૈયાઓનો સૈલાબ ઉમટ્યો. અપેક્ષા કરતા ખુબ મોટી સંખ્યામાં પધારેલા યુવક-યુવતીઓએ હ્રીતિકને વધુ નજીકથી નિહાળવા સ્ટેજ તરફ ધસારો કરતા એક તબક્કે સુરક્ષા વ્યવસ્થા તૂટી પડતા પોલિસે પ્રસંશકો પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે દર્શકોની ભારે ભીડ નિહાળી હ્રીતિક રોશન પણ ફૂલ ફોર્મમાં આવી ગયો હતો અને સ્ટેજ પર ડાન્સ કરી સૌને ખુશ કરી દીધા હતા.
દુબઈના મશહુર જવેલર જોયઆલુક્કાસના શોરૂમના ઉદ્ઘાટન માટે વડોદરા પધારેલા હ્રીતિક રોશને વડોદરા અને ગુજરાતના નાગરિકોના ભરપેટ વખાણ કર્યાં હતા.