|   Today : 03/12/2020       05:36:38    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સ્વ.અશોક ભટ્ટની જન્મજયંતીએ ભટ્ટપુત્ર ભૂષણ ઉમેદવારી નોંધાવશે..

અમદાવાદનું હૃદય ગણાતા ખાડિયાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આજ બેઠક પર નવ વાર વિજય મેળવનાર સ્વ અશોક ભટ્ટના પુત્ર ભૂષણ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે અને બે બ્રાહ્મણો વચ્ચે જંગ થશે કારણ કોંગ્રેસે આ બેઠક પર જગત શુક્લ ની પસંદગી કરી છે.

ખાડિયા બેઠક પર જેમનું એકચક્રી રાજ હતું એવા ભાજપના પીઢ નેતા અને વિધાનસભા અધ્યક્ષ અશોક ભટ્ટના નિધનને પગલે આવી પડેલી ચૂંટણીમાં અશોક ભટ્ટના નિધનથી ઉભી થયેલી સહાનુભૂતિની લાગણીનો ભાજપના ઉમેદવાર ભટ્ટ પુત્ર ભૂષણ ને લાભ મળશે એવી ગણતરી ભાજપીઓ રાખી રહ્યા છે. જૂની રચના પ્રમાણે અને જૂની મતદારયાદી પ્રમાણે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં માત્ર ૭૪૦૦૦ મતદારો છે કારણ ગોધરા કાંડ બાદ લગભગ ૨૦૦૦૦ જેટલા મતદારો સ્થળાંતર કરી ગયા છે. અને નવી બેઠક રચના પ્રમાણે તો ખાડિયા બેઠક પર મુસ્લિમ મતોમાં ખાસો વધારો નોંધાયો છે.

Share:

Comments are closed

Photo Gallery