|   Today : 03/12/2020       05:41:35    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સ્વીસ બેન્કોમાં કાળા નાણા રોકનારાઓના નામ હવે બહાર આવશે..

વિશ્વની સૌથી મોટી સત્તા મનાતા અમેરિકાને હચમચાવી દેનાર વેબસાઈટ વિકીલીક્સ હવે ગણતરીના દિવસોમાં વધુ એક ઘટસ્ફોટ કરવા જઇ રહી છે.
સ્વીસ બેન્કોમાં દુનિયાના લગભગ તમામ દેશોના રાજકીય નેતાઓ,સરમુખત્યારો,ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓ તથા માફિયાઓના ખરબો રૂપિયા જમા છે. સ્વીસ બેન્કોના કાયદા મુજબ ખાતેદારોના નામ ગુપ્ત રાખવામાં આવે છે.જે ટે દેશની સરકાર કહે તો પણ સ્વીસ બેન્કો આ માહિતી આપતી નથી…હા, એ વાત જુદી છે કે સ્વીસ બેન્કો અમેરિકાની સરકાર સામે થોડી ઝુકી છે. પરંતુ ભારતની સરકાર કે અન્ય દેશોની સરકારને સ્વીસ બેન્કો ગાંઠતી નથી.
જે માહિતી મેળવવામાં દુનિયાભરની સરકારો નિષ્ફળ રહી છે એ માહિતી હવે વિકીલીક્સના માધ્યમ થી ગણતરીના દિવસોમાં બહાર આવી રહી છે. એક જાણીતી સ્વીસ બેંક ના નિષ્કાષિત કર્મચારી રુડોલ્ફ અલમરે ૨૦૦૦ જેટલા ખાતેદારોના ખાતાની સંપૂર્ણ માહિતી વિકીલીક્સને પહોંચાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ૨૦૦૦ નામોમાં ભારતના ૩૦ જેટલા રાજકારણીઓ-માફિયાઓ-અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના નામ હોવાનું ચર્ચાય છે.
રુડોલ્ફ અલમરને ૨૦૦૨ માં નિષ્કાષિત કરાયો હતો. એટલે એક વાત તો નિશ્ચિત છે કે દેશના ૩૦ જેટલા નામોમાં ભાજપના કોઈ નેતાનું નામ નહિ જ હોય.
Share:

Comments are closed

Photo Gallery