|   Today : 03/12/2020       06:04:53    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

“સાયના પહેલા ઘરના હપ્તા ભર, પછી કાર ખરીદજે”

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પોતાના માટે વધુ એક કાર ખરીદવા ઈચ્છે છે. પરંતુ તેના પિતા હરવીર સિંહ નેહવાલ તેને આ માટે મંજૂરી નથી આપી રહ્યા. તેમણે હૈદરાબાદના પોશ વિસ્તારમાં સાયના માટે એક શાનદાર ઘર બુક કરાવ્યું છે.
સાયના ગાડીઓને લઈને ઘણી ક્રેઝી છે. તે ઈચ્છે છે કે એશિયન ગેમ્સમાં બેડમિન્ટન ટાઈટલ જીતવા પર તેને માતા-પિતા તરફથી એક ઔડી કાર ગિફ્ટમાં મળે. જો કે તેની પાસે પહેલાથી જ બે કાર છે. પરંતુ સાયનાનું કહેવું છે કે પોતાની પાસે વધારે કાર હોય તેવી ઈચ્છા કોને નથી હોતી. જો કે સાયનાના પિતાએ તેની આ ઈચ્છા પર બ્રેક લગાવી દીધી છે.
હરવીર સિંહ નેહવાલનું કહેવું છે કે સાયના પાસે પહેલાથી જ બે કાર છે. તો તેને ત્રીજી કારની શી જરૂર છે. હૈદરાબાદના રસ્તાઓ પર મોટી કાર ડ્રાઈવ કરવાની જગ્યા જ નથી. તે કહે છે કે તેમની પુત્રી હજી નાની છે. તેણે સમજવુ પડશે કે જીવનમાં જે કંઈ પણ સારી વસ્તુઓ હાંસલ કરી છે તે તેના કમાયેલા પૈસાથી જ મેળવી છે. પરંતુ પૈસા કમાવવા કેટલુ અઘરૂ કામ હોય છે તે તેણે સમજવું પડશે.
પૈસાને યોગ્ય અને જરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચવા જરૂરી છે. અમે સાયના માટે કોરોડો રૂપિયાની કિંમતનું એક આલિશાન ઘર બુક કરાવ્યું છે. તે તેના માટે વધારે જરૂરી છે. 50-60 લાખ રૂપિયા કાર પર ખર્ચ કરવા કરતા તે રકમથી બિલ્ડરના પૈસા ચૂકવી શકાય છે.

Share:

Comments are closed

Photo Gallery