|   Today : 03/12/2020       06:39:01    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સરદાર-નહેરુ અંગે મોદી ફેંકતા હોવાનો આરોપ

નહેરુ-ગાંધી પરિવાર સરદાર પટેલને નફરત કરતા હતા અને નહેરુ સરદાર પટેલના દેહાંત સમયે અંતિમવિધિમાં પણ ગયા નહોતા, તેવા મુખ્યમંત્રી મોદીએ ‘ભાસ્કર ગ્રૂપ’ને એક ખાસ મુલાકાતમાં આપેલા નિવેદનનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ઉગ્ર પ્રતિભાવ આપ્યો અને સોશિયલ મીડિયા પર એક કલીપ વહેતી કરી જેમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સરદાર સાહેબની મુંબઈમાં થયેલી અંત્યેષ્ટિ સમયે હાજર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગઈકાલે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ: અ લાઇફ’નો હવાલો આપી આક્ષેપ કર્યો હતો કે, સતત જુઠ્ઠાણાં ફેલાવતા મુખ્યમંત્રી આ મામલે પણ જુઠ્ઠં બોલી રહ્યા છે. તો આજે આ કલીપ વહેતી થયા બાદ મોદી સમર્થકો તરફથી પ્રતિસાદ મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે મીડિયા પરની મોદીની પકડને કારણે ઘણીવાર જુઠ્ઠાણું પણ સત્ય બની જાય છે. SARDAR FUNERAL FINAL

Share:

Comments are closed

Photo Gallery