વ્યાપ વધારવા આમ આદમીનો નવો પ્રયોગ
દેશ માટે અત્યંત મહત્વની લોકસભાની ચૂંટણી જયારે ચાર મહિના દુર છે ત્યારે રાજનીતિ અત્યંત ઝડપે કરવટ બદલી રહી છે. વડાપ્રધાન બનવા ઉત્સુક નરેન્દ્ર મોદીના માર્ગ પર આપનું ઝાડું ફરી રહ્યું છે. દિલ્હીની ગાડી સર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે. ગુજરાતમાં જો કે એનો ગજ વાગે એવા સંજોગો ન હોવાથી આપ દ્વારા વ્યાપ વધારવા નવતર પ્રયોગ થઇ રહ્યો છે. જે અંતર્ગત આજથી રાજ્યભરમાં નવા સભ્યો નોંધવા જાહેર કાર્યક્રમો યોજાયા છે.
વડોદરાની કલેકટર કચેરીની બહાર આજે પૂર્વ મેયર રતિલાલ દેસાઈની આગેવાનીમાં આમ આદમીની ટોપી પહેરેલા યુવા કાર્યકરો ફૂટપાથ પર બેઠા અને જોતજોતામાં સેંકડો કાર્યકરો એકત્ર થઇ ગયા. જો ગુજરાતના નગરો અને મહાનગરોમાં આ રીતે આપ તરફ ઝોક રહેશે તો ભાજપ માટે આસાર સારા નથી. આજે જ પૂર્વ ભાજપી ધારાસભ્ય ડૉ. કનુભાઈ કલસરિયા પણ આપમાં જોડાયા છે.