|   Today : 03/12/2020       07:02:12    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મુનાફ મેન ઓફ ધ મેચ બનતા ઇખરમાં ફટાકડા ફૂટ્યા…

ગઈ કાલે મધ્ય રાત્રી બાદ દક્ષિણ આફ્રિકાના વોન્ડરર્સ મેદાન પર અત્યંત રસાકસીભરી મેચમાં ભારતીય ટીમનો એક રને વિજય થતાં સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓ ભારતીય બોલરો પર આફરીન થઇ ગયા હતા.જો કે વિશેષ ખુશી તો મધ્ય ગુજરાતના ભરુચ જીલ્લાના નાના સરખા ઇખર ગામમાં જોવા મળી…ઇખરના પનોતા પુત્ર મુનાફ પટેલ ઉર્ફે મુન્ના એ અંતિમ ઓવરમાં બે વિકેટ ટપકાવી દક્ષિણ આફ્રિકાને ૧૯ વર્ષ બાદ જોહાનિસબર્ગમાં હરાવી ઇતિહાસ સર્જતા ઇખરવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને મુનાફને મેંન ઓફ ધ મેચ એવોર્ડ મળતાં ફટાકડા ફોડી ‘મુન્ના’ણી સફળતાને બિરદાવી હતી.

સદીઓથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સ્થાયી થયેલા અસંખ્ય ઇખરવાસીઓ ગઈકાલે વોન્ડરર્સ ખાતે હજાર હતા અને મુનાફે ચાર મહત્વની વિકેટો ઝડપી ભારતીય ટીમને અપાવેલા વિજયથી ખુશખુશાલ જણાયા હતા.ત્રિરંગો લહેરાવતી મુસ્લિમ મહિલાઓને નિહાળવી એક લહાવો હતો…પ્રત્યેક આતંકવાદી મુસ્લિમ જ કેમ એવા સવાલ પુછનારાઓને માટે મુસ્લિમ સમુદાય તરફથી જવાબ મળી ગયો…

ગઈકાલના પરફોર્મન્સ બાદ આવતી કાલે વિશ્વ કપ માટે થનારી ટીમની પસંદગીમાં મુનાફ ને હવે સ્થાન મળશે એ નક્કી થઇ ગયું હોય એમ લગે છે.

Share:

Comments are closed

Photo Gallery