|   Today : 28/05/2020       12:52:44    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

માધવનગરના 'હત્યારા'ઓની જામીન અરજી કોર્ટે ફગાવી

હજુ માંડ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી હતી એ સમયે આજથી ૧૨ વર્ષ પૂર્વે જેમને વુડા તરફથી માધવ-કેશવ-દીનદયાળ નગરોના નામે મકાનો મળ્યા હતા એવા હજારેક કુટુંબો આજે બેઘર બની જાહેર માર્ગો પર જીવન વિતાવી રહ્યા છે. વુડા દ્વારા નિર્મિત સાવ તકલાદી મકાનો પકીના માધવનગરના બે બ્લોક તૂટી પડતા માર્યા ગયેલા ૧૧-૧૧ ગરીબોના પરિવારજનોને સરકાર તરફથી હજુ ન્યાય મળ્યો નથી ત્યારે ન્યાયની અદાલતે વુડાના આવા તકલાદી મકાનો બનાવી ૧૧ નિર્દોષોના જીવ લેનાર ભ્રષ્ટ કોન્ટ્રેક્ટર, ઇજનેરો અને સુપરવાઈઝર્સની જામીન અરજી ફગાવી દેતા વુડાના વર્તુળોમાં ચકચાર મચી ગયો હતો.

અન્ય ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને ઇજનેરો માટે લાલબત્તી સમાન ચુકાદામાં નામદાર જજે નોંધ્યું હતું કે સદોષ માનવ વધના આ કેસમાં પકડાયેલા તમામની સહિયારી ભૂમિકા હોવાથી જામીન આપી શકાય નહિ. madhavnagar-final

Share:

Comments are closed

Photo Gallery