|   Today : 26/01/2021       05:35:31    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સંઘના સ્વયંસેવકોને મેનેજમેન્ટના પાઠ શીખવશે નારાયણ…

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક હવે દેશભક્તિ સાથે મેનેજમેન્ટના પાઠ પણ શીખશે…
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઉપક્રમે વડોદરામાં ગુજરાત પ્રાંતના સંઘના ઘોષવાદકો માટે તા.૨૪,૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ પાંચજન્ય ઘોષ શિબિરનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.૨૫ ડિસેમ્બરે યોજાનારા જાહેર કાર્યક્રમમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને મેનેજમેન્ટ ગુરુ જી.નારાયણ ઉપસ્થિત રહેશે.
૧૯૨૫ થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શરૂ થયેલી સંઘયાત્રા અવિરત ચાલતી રહી છે. હિન્દુત્વના આધારે વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનું પુન: નિર્માણ કરવા માટે સંઘ પ્રયત્નશીલ છે.
વડોદરામાં ગુજરાત પ્રાંતના અંદાજે ૧૨૦૦ જેટલા ઘોષવાદકો માટે તા.૨૪,૨૫,૨૬ ડિસેમ્બરના રોજ ત્રણ દિવસીય પાંચજન્ય ઘોષ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં બે દિવસ સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. તા.૨૫ ડિસેમ્બરને શનિવારે સાંજે ૫ વાગે નવલખી મેદાન ખાતે યોજાનારા જાહેર કાર્યક્રમમાં મોહન ભાગવત ઉપરાંત મેનેજમેન્ટ ગુરુ જી.નારાયણ હજારો લોકોને સંબોધન કરશે.
તા.૨૬ ડિસેમ્બરે ઘોષવાદકોનું પથ સંચલન શહેરના રાજમાર્ગો પર નીકળશે જેમાં ભાજપના નેતાઓ પણ પૂર્ણ ગણવેશમાં દેખાશે…

Share:

Comments are closed

Photo Gallery