મહાત્માને અંજલિ..
સમય : સાંજના પાંચ કલાક સત્તર મિનીટ..
સ્થળ : બિરલા મંદિર,દિલ્હી
વર્ષ : ૧૯૪૮
છેક ૧૯૩૯ થી મહાત્મા ગાંધીની હત્યા કરવા પ્રયત્નશીલ-સાવરકર ટોળકીના ધર્માંધ યુવાન નાથુરામ ગોડસેની કોલ્ટ પિસ્તોલની ત્રણ ગોળી મહાત્મા ગાંધીના દેહને વીંધી ગઈ..સત્ય અને અહિંસાના પુજારી બાપુ તો ગયા પણ એમના વિચારને ગોડસે વીંધી ન શક્યો..આજે પણ ગોડસે-સાવરકરના વિચારોને માનનારાઓએ સત્તા ટકાવવા મહાત્મા ગાંધીના નામ અને વિચારોનો સહારો લેવો પડે અને ગાંધીજીની સમાધીએ નમવું પડે એ જ ગાંધી વિચારની શાશ્વતતાની સાબિતી છે..
જો કે છેલ્લા કેટલાક વર્ષોથી એક ચોક્કસ વિચારધારામાં માનતું સંગઠન મહાત્મા ગાંધી વિરુદ્ધ બેફામ અપપ્રચાર કરી રહ્યું છે..ગાંધીજીને ભાગલા માટે જવાબદાર ઠેરવી મુસ્લીમોના હામી તરીકે ચીતરનારા સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે..ગાંધી વિચારના નામે લોકપ્રિય થનારા કટાર લેખકો પણ હવે ગોડસે વિચારધારાના પ્રચારક બની ગયા છે ત્યારે ગાંધીવાદીઓએ જાગવાની જરૂર છે..
મહાત્માના પડછાયા સ્વ.મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીકથાના જનક સ્વ.નારાયણભાઈ દેસાઈના નિધન બાદ યોજાયેલી પ્રાર્થના સભામાં મેં ગાંધીવાદીઓને અપીલ કરી હતી કે વર્ષમાં સૌ એક ગાંધીકથાનો સંકલ્પ લે જેથી સોશિયલ મીડિયામાં સતત વહેતા અપપ્રચારને ખાળી આવનારી પેઢી સમક્ષ સત્ય ઉજાગર કરી શકાય..
આજે યુગપુરુષ મહાત્માની વધુ એક પુણ્યતિથીએ ગાંધીકથાના સંકલ્પ સાથે ભાવાંજલિ..