|   Today : 28/05/2020       11:52:34    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મધ્ય પ્રદેશમાં મધ્ય ગુજરાતનો દબદબો

જ્યાં ભાજપની સરકાર હેટ્રિક મારે એવા પુરા સંજોગો છે એવા મધ્ય પ્રદેશમાં મધ્ય ગુજરાતનો દબદબો છે. મધ્ય ગુજરાત ભાજપના કર્મઠ ગણાતા કાર્યકરોને ગુજરાતની સરહદથી લઇ છેક ઇન્દોર સુધીની વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ભરત ડાંગર, સાંસદ બાળુ શુક્લા, પુરવઠા નિગમના અધ્યક્ષ લાખાવાલા સહીત શહેર જીલ્લાના ધારાસભ્યો અને ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થામાં માહિર કાર્યકરો મધ્ય પ્રદેશ પહોંચી ગયા છે અને તંત્ર સંભાળી લીધું છે.

મીડિયા સાથે પરામર્શ કરતા પાયાના કાર્યકરોએ જણાવ્યું હતું કે ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસ અનેક વાડાઓમાં વહેંચાયેલી છે. જયારે સામે પક્ષે શિવરાજની સરકારના કામ બોલે છે. સાથે મોદીની લહેર પણ જોવા મળે છે. જો કે સભાઓમાં મોદીના ફોટા સાથે સુષ્મા સ્વરાજનો ફોટો મુકવામાં આવે છે જે નવી વાત છે. mp election

Share:

Comments are closed

Photo Gallery