|   Today : 03/12/2020       06:54:15    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ભૂકંપ પાકિસ્તાનમાં અને આંચકા ભારતમાં !!

મધ્યરાત્રી બાદ એક કલાક અડતાલીસ મીનીટે પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવતાં આંચકા છેક દિલ્હી સુધી અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ હોવા છતાં કોઈ જ જાનહાની નોંધાઈ નથી એ આશ્ચર્યની વાત છે…ભૂકંપના આંચકા છેક દિલ્હી સુધી અનુભવાયા હતા.

ઠંડીના આક્રમણ વચ્ચે મીઠી નીંદર માણતા દિલ્હીવાસીઓ ભૂકંપનો એક મિનીટ લાંબો આંચકો અનુભવી બહાર આવી ગયા હતા અને ત્યાર બાદ ટોળેવળી ચર્ચા કરતાં જોવા મળ્યા હતા.

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં રાત્રે પોણા બે વાગ્યે 7.2ની તિવ્રતાના ભૂંકપના આંચકા આવતા લોકો ડરના માર્યા નીચે દોડી આવ્યા હતા તેમજ ભયનો માહોલ છવાયો હતો. આ ભૂંકપનું કેન્દ્ર  ઈરાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પાસે આવેલા પાકિસ્તાનના બલુચિસ્તાનના ખેરાન પ્રાંત ખાતે નોંધાયું હતું. જોકે, આ ભૂંકપમાં કોઈ ભારતમાં કોઈ જાનહાની થયાના અહેવાલો હજુસુધી પ્રાપ્ત થયા નથી તેમજ સુનામીની ચેતવણી પણ ઈશ્યુ કરવામાં નથી આવી.

દિલ્હી, નોઈડા અને ગુડગાંવમાં લગભગ એક મિનિટ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.  આ ઉપરાંત ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યાના અહેવાલ છે. રાજસ્થાનમાં જેસલમેર, બાડમેર,શ્રીગંગાનગર, બીકાનેર, કોટા અને શેખાવાટીના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના ઝટકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

ભૂંકપનું મધ્ય બિંદુ દક્ષિણ-પશ્વિમ પાકિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભૂકંપનો આંચકા એક મિનિટ સુધી અનુભવાયો હતો. જોકે, હજુ સુધી કોઇ પણ પ્રકારના નુકસાનની કે જાનહાનિના જાણકારી પ્રાપ્ત થઇ નથી. દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં પણ ભૂકંપના હળવા આંચકા આવ્યાં હતા.

આ ઝટકો લગભગ એક મિનિટ સુધી મહેસૂસ કરવામાં આવ્યો. ભૂકંપનું મૂખ્ય કેન્દ્ર દક્ષિણ પાકિસ્તાનમાં સ્થિત બલુચિસ્તાનનો ખરાન પ્રદેશ માનવામાં આવી રહ્યો છે.  બિનસત્તાવાર નિવેદનો પ્રમાણે પાકિસ્તાનમાં આ ભૂંકપને કારણે એક બિલ્ડિંગ ત્રાંસી થઈ ગઈ છે તેમજ ગભરાહટને કારણે કેટલાક લોકોને હ્રદય રોગના હુમલા આવ્યા હતા, જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત નથી થયું. આ તરફ દિલ્હીમાં પણ ગભરાઈને એક યુવકે પહેલા માળેથી છલાંગ લગાવી દીધી હતી જેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વિશેષજ્ઞોએ કહ્યું કે આ ભૂકંપથી સુનામી આવવાનો કોઇ ખતરો નથી.  2005માં પાકિસ્તાન અને કાશ્મિરમાં આવેલા ભૂકંપથી લગભગ 73 હજાર લોકો માર્યા ગયા હતા.

Share:

Comments are closed

Photo Gallery