|   Today : 03/12/2020       06:33:18    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ભાજપની કારોબારીમાં ગાંધી પરિવાર સામે બોફોર્સ તકાઈ..

બે દિવસ માટે આસામના પાટનગર ગુવાહાટીમાં મળેલી ભાજપની રાષ્ટ્રિય કારોબારીમાં ભાજપ પ્રમુખ નીતિન ગડકરી સહીત અનેક નેતાઓએ ગાંધી પરિવાર સામે બોફોર્સનું નાળચું તાકી હવે અંતિમ યુદ્ધ લડી લેવાનું નક્કી કરતાં બોફોર્સ તોપ હવે દિલ્હીમાં ફૂટશે એમ લાગી રહ્યું છે…

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સોનિયા ગાંધી પર ટિપ્પણી કરતા ઈટાલીના વેપારી ક્વાત્રોચી દ્વારા આચરવામાં આવેલા બોફોર્સ કાંડમાં કોંગ્રેસ પરિવારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવવામાં આવ્યું છે.

પાર્ટીના જણાવ્યા પ્રમાણે જનતામાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિષે જાગૃતિ લાવવા તાલુકા સ્તરથી લઈને અનેક પ્રકાર રેલીઓ આયોજીત કરવામાં આવશે. પાર્ટી પ્રવક્તા સીતારામને કહ્યું હતું કે, અમારા મતે બોફોર્સ કાંડમાં જે પ્રકારે લાંચ આપવામાં આવી હતી, તેને ઈન્કમ અપીલ પ્રાધિકરણે ક્વાત્રોચીના રૂપમાં ઓળખાવી સ્પષ્ટરૂપે સ્થાપિત કરી દીધી હતી. ક્વાત્રોચીના તત્કાલીન વડાપ્રધાન રાજીવગાંધી સાથે ખુબ જ સારા સંબંધો હતાં તે બાબત સૌકોઈ જાણે છે. તેથી આ આખુ કૌભાંડ પ્રત્યક્ષ રીતે સોનિયા ગાંધીને પણ સાંકળે છે. બેઠકમાં એક રાજનૈતિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કોંગેસ અને સંપ્રગ સરકારની પણ ટિપ્પણી કરવામાં આવી હતી.

અત્યાર સુધી ગાંધી પરિવાર પ્રત્યે નરમ વલણ ધરાવતી ભાજપ દ્વારા એકદમ જ આક્રમક વલણ અખત્યાર કરવા બાબતે સીતારમને જણાવ્યું હતું કે ઈન્કમ અપીલ ન્યાયાધિકરણ એક અર્ધ સરકારી એકમ છે, જેને ક્વાત્રોચીને દોષિત ઠેરવ્યો હતો. ક્વાત્રોચીની પહોંચ તત્કાલીન વડાપ્રધાન સુધી હતી. તેથી હવે અમારી પાસે આનાથી વધારે શું આશા રાખી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા અને કોમનવેલ્થ ગેમ્સ સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી પણ અગાઉ કહી ચુક્યા છે કે તેમને ભાવ વધારવા માયે જરૂરી મંજૂરી લીધી હતી. તેમની આ સ્વિકૃતિ વડાપ્રધાન કાર્યાલયની ભૂમિકા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.

Share:

Comments are closed

Photo Gallery