|   Today : 03/12/2020       07:19:55    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

બોગસ નાર્કો કેસમાં વકીલ રામાણી સહીત પોલિસ અધિકારીઓની ધરપકડ

વર્ષો પૂર્વે 2006 માં પ્રકાશ પિલ્લાઇ નામના એક જાણીતા વ્યક્તિને નામચીન સોમાણી બંધુઓના ઈશારે નાર્કોટિક્સના બોગસ કેસમાં ફસાવનાર ગેન્ગના સુત્રધાર અને સહભાગી મનાતા વડોદરાના જાણીતા ક્રિમીનલ લોયર જગદીશ રામાણી સહીત પૂર્વ પોલિસ અધિકારીઓ બોગસ વોરંટ ફેઈમ રાજગોર અને ભગીરથસિંહ જાડેજાની આખરે સી.આઈ.ડી.ક્રાઈમે આજે રાત્રે ઘનિષ્ઠ પૂછપરછ બાદ ધરપકડ કરતા વકીલ આલમ અને અંધારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

આજે મોડી સાંજે પોલિસનો મોટો કાફલો શહેરના સૌથી જાણીતા અને ક્રિમીનલોના માનીતા વકીલ જગદીશ રામાણીની ઓફિસના દ્વારે પહોંચતા જ વાત વાયુવેગે ફેલાઈ હતી અને જોતજોતામાં વકીલ મંડળના પ્રમુખ સહીત અનેક નામી વકીલો ભેગા થઇ ગયા હતા અને પોલિસની કાર્યવાહીનો વિરોધ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે મચક ન આપતા આખરે નવ વાગ્યાના સુમારે ધરપકડ બતાવી હતી. રામાણી સાથે આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવનાર બે અત્યંત વિવાદિત પોલિસ અધિકારીઓ જે.એમ.રાજગોર અને ભગીરથસિંહ જાડેજાની પણ CIDના અધિકારીઓએ ધરપકડ કરી હતી. રાજગોર અગાઉ પણ બોગસ વોરંટ કૌભાંડના આરોપી રહી ચુક્યા છે. જયારે નિવૃત્ત પોલિસ અધિકારી ભગીરથસિંહ જાડેજા આજ કેસમાં છાતી ઠોકીને એમ કહેતા હતા કે CID એમની ધરપકડ નહિ કરી શકે.કારણ કે તેઓ તમામ ઉપરી અધિકારીઓના કારનામાં જાણે છે.

શહેરના સૌથી જાણીતા વકીલ જગદીશ રામાણીએ ધરપકડ ખાળવા અનેક પ્રયાસ કર્યા હતા. સોહરાબ કેસના મુખ્ય આરોપી એન.કે. અમીનના વકીલ એવા રામાણીએ એ કેસનો હવાલો આપી બચવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ભગીરથસિંહ જાડેજાને ૬૦ લાખની લાંચ આપી ક્રિશ્ના અને ગોવિંદ સોમાણીને બચાવવાના કેસમાં ભૂંડી ભૂમિકા બદલ આખરે CID ક્રાઈમે બંનેની ધરપકડ કરતા ક્રિમીનલ વકીલ પોલિસના ચોપડે ramani001ખુદ ક્રિમીનલ બની ગયા.

Share:

Comments are closed

Photo Gallery