|   Today : 26/01/2021       06:11:05    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ફ્લાય વડોદરા ફ્લાય…નામાંકિત ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન ખુલ્લું મુકાયું…

‘વડોદરા મેરેથોન’ને આડે માત્ર સાત દિવસ બાકી રહ્યાં છે ત્યારે આયોજકો દ્વારા આજે ચિત્ર પ્રદર્શનનો નવતર અભિગમ શહેરીજનો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો.. શહેરના જુના પાદરા રોડ સ્થિત રેડ અર્થ ગેલેરી ખાતે સવારે ૧૧ કલાકે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે આ ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

ચિત્ર પ્રદર્શનમાં પતંગ આકારના ૩૨૪ ચોરસ ઇંચના માપમાં શહેરના ૫૦ કરતા વધારે આર્ટિસ્ટોએ પોતાના કેનવાસ પેઈન્ટિંગ્સ પ્રસ્તુત કર્યા છે.શહેરના સિનિયર આર્ટિસ્ટ્સમાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડ, કે.જી. સુબ્રમણિયમ , જેરામ પટેલ, વિનોદ શાહ, જયોતિ ભટ્ટ, જીએમ શેખ, મહેન્દ્ર પંડ્યા, રિનિ ધુમાલ સહિત આર્ટિસ્ટોના આર્ટવર્ક જોવાનો શહેરીજનોને લહાવો મળ્યો છે. આ એક્ઝિબિશનમાંથી મળેલા ભંડોળનો સમગ્ર ૨૦૧૧ના વર્ષ દરમિયાન શહેરને સ્વચ્છ રાખવામાં જ વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા મેરેથોન અંતર્ગત આજે યોજાયેલા ‘ફ્લાય વડોદરા ફ્લાય’ કલા પ્રદર્શનમાં મુકાયેલી ૬૨ કૃતિઓના રૃ.૨૩,૨૫,૦૦૦ ઉપજ્યા હતા.તમામ કૃતિઓ અગાઉથી જ બુક થઇ ગઇ હતી પણ આજે લકી ડ્રો કરીને કૃતિઓની ફાળવણી કરાઇ હતી. જેમા પ્રત્યેક ખરીદારને બે કૃતિ અપાઇ હતી.

કલા પ્રદર્શનમાં આર્િટસ્ટોને પતંગોત્સવના વિષય પર અને પતંગ આકારના કેનવાસ પર જ કૃતિઓ તૈયાર કરવા માટે જણાવાયુ હતુ. જેમાં જ્યોતિ ભટ્ટ, રણજીતસિંહ ગાયકવાડ,કે.બી.સુબ્રમન્ણમ,જેરામ પટેલ, મહેન્દ્ર પંડયા, વિનોદ શાહ, રિનિ ધૂમાલ,અને  નાગજી પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ટિસ્ટોએ પતંગોત્સવને વડોદરાની કલા, સંસ્કૃતિ,સમાજ જીવન, પર્યાવરણ અને ઇતિહાસ સાથે જોડીને અદભુત કૃતિઓની રચના કરી હતી. પ્રદર્શન પહેલા મરેથોનના આયોજકોએ કલા રસિકોને પેઇન્ટિંગ્સની માહિતી મોકલી ખરીદવા માટે આમંત્રિત કર્યા હતા.જેમા એક અનોખી સ્કીમ મુકાઇ હતી. ખરીદદારને રૃ.૭૫,૦૦૦ની સામે બે કૃતિઓ આપવાની હતી પણ ખરીદદાર ૬૨ કૃતિઓમાંથી પોતાની પસંદગી ન કરી શકે તે માટે પ્રદર્શન સ્થળે લકી ડ્રો કરાયો હતો.એક ચિઠ્ઠીમા ખરીદારનુ નામ અને બીજી ચિઠ્ઠી બે આર્ટિસ્ટોના નામ નીકળે. એટલે તે આર્ટિસ્ટોની કૃતિ તેના ફાળે જાય. આ યોજનાને મોટો પ્રતિસાદ મળ્યો હતો અને પ્રદર્શનના આગલા દિવસે જ તમામ કૃતિઓ બુક થઇ ગઇ હતી. આ પ્રસંગે રાકેશ અસ્થાનાએ જણાવ્યુ હતુ કે હાર્ડકોર જોબના કારણે પોલીસ ઓફિસરોની જીંદગી તણાવગ્રસ્ત થઇ જતી હોય છે તેવા સમયે આવા કાર્યક્રમોમા ભાગ લેવાથી માનસિક પ્રફુલ્લતા અનુભવાય છે. તો તેજલ અમીન જણાવ્યુ હતુ કે કલાકારોએ કલાકારોએ સિરીયસ આર્ટ વર્ક મોકલ્યા છે તે જોઇને હું ગદગદીત થયો છું.

Share:

Comments are closed

Photo Gallery