|   Today : 28/05/2020       10:50:03    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

પૃથ્વી રૂપે સચિનનો વિકલ્પ મળી ગયો

મુંબઈની જે શાળાકીય સ્પર્ધામાં ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી સાચી લાઈમલાઈટમા આવ્યો હતો એ સ્પર્ધાએ જ ક્રિકેટને એક નવો સિતારો આપ્યો હોય એમ લાગે છે. pruthvi shaw

પૃથ્વી શૉ નામના ૧૫ વર્ષના એક છોકરાએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે જોરદાર બેટિંગ પાવર બતાવીને ૫૪૬ રન કરીને ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે અહીં શાળાકીય ક્રિકેટમાં હેરીસ શિલ્ડ સ્પર્ધામાં રીઝવી સ્પ્રિંગફિલ્ડ અને સેન્ટ ફ્રાન્સિસ દ’આસિસી ટીમ વચ્ચેની મેચમાં આ સ્કોર કર્યો છે. સત્તાવાર આંતર-શાળા ક્રિકેટ સ્પર્ધા આ પહેલી જ વાર કોઈ ખેલાડીએ ૫૦૦ કે તેથી વધુ રન કર્યા છે.

સ્કૂલ લેવલમાં આ પહેલાનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રીઝવી સ્પ્રિંગફિલ્ડ સ્કૂલના જ અરમાન જાફરના નામે હતો – ૪૭૬ રનનો. પૃથ્વીએ હવે નવો ભારતીય રેકોર્ડ કર્યો છે. તે ૫૪૬ રન કરીને આઉટ થયો હતો.

વિશ્વસ્તરે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પૃથ્વીનો આ સ્કોર ત્રીજા ક્રમનો સર્વોચ્ચ છે. પહેલા નંબરે એ.ઈ.જે. કોલિન્સ છે, ૬૨૮ નોટઆઉટ, જે સ્કોર તેમણે ૧૮૯૯માં ઈંગ્લેન્ડમાં એક મેચમાં કર્યો હતો. બીજા નંબરે ઈંગ્લેન્ડના જ સી.જે. ઈડી છે – ૫૬૬ રન સાથે.

રીઝવી ટીમનો બેટ્સમેન પૃથ્વી ગઈ કાલે ૧૬૬ બોલમાં ૨૫૭ રન સાથે નોટઆઉટ રહ્યો હતો. આજે તેણે પોતાનું રનમશીન ચાલુ રાખ્યું હતું અને ૫૪૬ રન ફટકારી દીધા. તેમાં ૮૫ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

સેન્ટ ફ્રાન્સિસની ટીમ તેના પહેલા દાવમાં માત્ર ૯૨ રન કરી શકી હતી.

પૃથ્વી શૉ અગાઉ ઈંગ્લેન્ડમાં ગ્લુસ્ટરશાયરની સેકન્ડ ટીમ વતી ક્રિકેટ રમી ચૂક્યો છે. જોકે તે સ્પર્ધા ફર્સ્ટ-ક્લાસ ટીમથી ઉતરતી કક્ષાની હતી.

કોઈ પણ કક્ષાની ક્રિકેટમાં કોઈ ભારતીયે કરેલો આગલો સર્વોચ્ચ સ્કોર ૫૧૫ રન હતો જે દાદાભાઈ હવેવાલાના નામે હતો. તેણે ૧૯૩૩-૩૪ની મોસમમાં સીઆઈ રેલવે અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ વચ્ચેની મેચમાં તે સ્કોર કર્યો હતો.

મહાન બેટ્સમેન સચીન તેંડુલકર હેરીસ શિલ્ડ સ્પર્ધા દ્વારા જ રાષ્ટ્રીય સ્તરે ચમક્યો હતો. તેણે વિનોદ કાંબલી સાથે મળીને ૬૬૪ રનની ભાગીદારી કરી હતી. જોકે તે ભાગીદારી થોડાક વર્ષ પહેલા તૂટી ગઈ છે.

Share:

Comments are closed

Photo Gallery