|   Today : 30/10/2020       04:13:17    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

પહેલી પ્રભાતે તુટ્યો ફાસ્ટેસ્ટ સદીનો રેકર્ડ

નવ વર્ષની પહેલી જ સવારે તુટ્યો ક્રિકેટ જગતનો એક એવો રેકર્ડ જે તોડવો અત્યંત વિકટ જણાતો હતો.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કરવાનો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે અને આ સદી બનાવવા માટે એન્ડરસને માત્ર 36 બોલનો સામનો કર્યો હતો. માત્ર છઠ્ઠી વન ડે રમી રહેલા આ ડાબોડી બેટ્સમેને આફ્રિદીનો રેકર્ડ તોડ્યો. Corey-Anderson

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને આ સદી વેસ્ટઇન્ડિઝ સાથે રમાઇ રહેલી એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં કરી છે. એન્ડરસને વેસ્ટઇન્ડિઝના બોલરોની ધોલાઇ કરીને રનોનો વરસાદ કરી દીધો હતો અને એન્ડરસને 36 બોલમાં 6 ચોગ્ગા અને 14 સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કરનારો દુનિયાનો પહેલા નંબરનો ખેલાડી બની ગયો છે. આ મેચમાં એન્ડરસન 131 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ રેકર્ડ પહેલાં પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીના નામે હતો આફ્રિદીએ 1996માં શ્રીલંકા સામે નેરોબીમાં 37 બોલમાં 11 સિક્સરની મદદથી ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત સૌથી ઝડપી સદી બનાવવાનો રેકર્ડ પોતાના નામે કર્યો હતો. પણ હવે આ રેકર્ડ એન્ડરસને તોડીને 36 બોલમાં સદી કરીને પહેલું સ્થાન મેળવી લીધું છે.

Share:

Comments are closed

Photo Gallery