નારાયણ સાઈ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ
સુરત શહેરની બે પીડીતા બહેન પૈકી નાની બહેને આસુમલનંદન નારાયણ સાંઈ વિરુધ્ધ બળાત્કારની અને સાધક હનુમાન સાધિકા ગંગા અને જમના વિરુદ્ધ
મદદગારીની ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણેય ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી જઈ ભાગતા ફરતાં હોવાથી સુરત પોલિસે ધરપકડ વોરંટની માંગ સાથેની અરજી ચીફ કોર્ટમાં કરી હતી. જેની અરજી કોર્ટે મંજૂર કરી બિન જામીનલાયક વોરંટ ઇસ્યુ કર્યું હતું.

દુષ્કર્મના આરોપી એવા નારાયણ સાંઇ, તેના સાધક હનુમાન (કૌશલ ઠાકુર), ગંગા અને જમના નામની મહિલાઓની ધરપકડ કરવા માટે સુરત પોલીસે કોર્ટમાં સીઆરપીસી ૭૦ મુજબ અરજી કરી હતી. કોર્ટમાંથી આ ચારેયના એરેસ્ટ વોરંટ કાઢવા માટે પોલીસે ચીફ કોર્ટમાં જે અરજી કરી હતી. તે અરજી કોર્ટે મંગળવારે મંજૂર રાખી હતી. આથી હવે દેશના કોઈ પણ રાજ્યની પોલિસ તેને દેખાય ત્યાં જ દબોચી લેશે.
Share: