|   Today : 03/08/2020       02:31:40    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

નારાયણની જામીન અરજી સત્ર કોર્ટે ફગાવી

ગુજરાત પોલીસના અત્યંત બાહોશ અધિકારી ગણાતા રાકેશ અસ્થાનાની ગીરફતમાં ન આવતા ભાગેડુ નારાયણ સાંઇની જામીન અરજી આખરે લાંબા વાદવિવાદ બાદ સુરતની સત્ર અદાલતે ફગાવતા હવે નારાયણ પાસે સરન્ડર થવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આજે સુરતની સત્ર અદાલતે મોડે મોડે આગોતરા જમીન અરજી ફગાવી દેતા હવે સુરત પોલિસ વધુ કડક કાર્યવાહી કરી શકશે. જો કે આટલા લાંબા સમયથી નારાયણ સાંઇ ગુજરાત પોલિસના હાથમાં કેમ આવતો નથી એ અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. narayan saai

જામીન અરજી પર ચુકાદો આવે એ પૂર્વે જ આજે વહેલી સવારથી જ સુરત પોલિસે અમદાવાદના આસારામ આશ્રમમાં ધામા નાખ્યા છે. પોલિસે જુદી જુદી ટીમો બનાવી આસારામના મોટેરા આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સર્ચ ઓપરેશનમાં 100થી વધુ પોલીસનો કાફલો જોડાયો છે તેમજ DCP શોભા ભુતડાની આગેવાની હેઠળ ઓપરેશન હાથ ધરાયુ છે. હાલ આસારામના સાધકોનો પણ આશ્રમમાં પ્રવેશ બંધ કરાવી દેવામાં આવ્યો છે.

સુરત પોલિસ દ્વારા આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ મહત્વના પુરાવા મળી રહે તે માટે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સુરત પોલિસ દ્વારા અલગ અલગ ટીમ બનાવાઈ છે અને MP, બિહાર, નેપાળ અને દિલ્હી બોર્ડર પર અલગ અલગ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Share:

Comments are closed

Photo Gallery