|   Today : 03/08/2020       03:26:42    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

નારાયણને પકડવામાં ગુજરાત પોલિસ નાકામ

આશ્રમમાં આવતી યુવતીઓ અને બાળાઓ તથા સગીરાઓ પર બુરી નજર નાખનાર કથિત કથાકાર આસુમલ ઉર્ફે આસારામનો જેલવાસ લંબાયો છે જયારે એનો ઐયાશ પુત્ર નારાયણ સાઇ હજુ હોનહાર ગણાતી ગુજરાત પોલિસની ગીરફતમાં આવતો નથી એ અત્યંત સૂચક અને શંકાસ્પદ છે. નારાયણના માથે પાંચ લાખનું ઇનામ જાહેર કરનાર સુરત પોલિસના કમિશ્નર રાકેશ અસ્થાના ભૂતકાળમાં અનેક ખૂંખાર આરોપીઓને એમના બીલમાંથી ઉઠાવી લાવ્યા હોવાનો ઈતિહાસ છે. જયારે અસંખ્ય ટીમો બનાવી નારાયણ સાઈને પકડવાની વાતો કરનાર અસ્થાના નારાયણ સાઈને ઝડપવામાં સદંતર નિષ્ફળ ગયા છે.

હિંદુ ધર્મ અને ધર્માચાર્યોને વગોવતા નારાયણ સાઈ પ્રકરણમાં પોલિસ તપાસ સામે હવે ગંભીર સવાલ થઇ રહ્યા છે. જયારે બીજી બાજુ નારાયણ સાઈની આગોતરા જમીન અરજી પરનો ચુકાદો હવે ૨૩ તારીખ પર ગયો છે. નારાયણ સાંઈની આગોતરા જામીન અરજી પર સુરત સેશન્સ કોર્ટ હવે ૨૩મીએ narayan saaiચુકાદો આપશે. બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગયા બાદ ચુકાદો આવશે. સાંઈ કેસમાં સાધક હનુમાનની આગોતરા જામીન પર પણ સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં ભાગેડુ આરોપી હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરની આગોતરા જામીન અરજી પર બચાવપક્ષ અને સરકારી વકીલ બંનેની દલીલો પૂર્ણ થઈ છે. અને કોર્ટ હનુમાનની જામીન અરજી અંગે 23મી નવેમ્બરનાં રોજ ચુકાદો આપશે.

Share:

Comments are closed

Photo Gallery