|   Today : 30/10/2020       03:15:54    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

નામચીન નારાયણ અમદાવાદમાં છુપાયો?

બળાત્કારના કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા નારાયણ સાંઈની ધરપકડ માટે સુરત પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે.. સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમે નારાયણ સાઈની શોધખોળ રૂપે દરોડા અમદાવાદના સીજી રોડ પર દરોડા પાડયા હતા.. આસારામની ખૂબ જ નજીકના એક સાધક અને બિલ્ડર સુનિલ સવાણીની ઓફિસ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા.. જેમાં પોલીસને 22 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે… સાથે જ આસારામ અને નારાયણ સાંઈની મિલકત અને રોકાણ અંગેના કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું અનુમાન છે.. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે સુનીલ સવાણીની ઓફિસનો એક રૂમ સીલ કર્યો છે..

સુરત પોલીસના ની તપાસમાં DCP શોભા ભૂતડા પણ જોડાયા હતા.. તેમણે બિલ્ડરની ઓફિસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.. આ તપાસ મોડી રાત સુધી ચાલું રહી હતી..

સયાજીસમાચાર.કૉમ દ્વારા તો અઠવાડિયા અગાઉ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નારાયણ સાંઇ ગુજરાતના પાટનગર નજીક જ છુપાયો છે અને એને પકડવાનું પોલિસ નાટક કરી રહી છે. narayan saain

Share:

Comments are closed

Photo Gallery