ગાંધી ભલે નથી પણ ગાંધીવિચાર હજુયે શાશ્વત છે …….
ગાંધી કથાનો આજે અંતિમ દિવસ..મહાત્મા ગાઘીજીને જેમણે અત્યંત નજીકથી નિહાળ્યા હતા અને મહાત્મા ગાઘીજીના ખોળામાં બેસી રમવાનું જેમણે સદભાગ્ય સાંપડ્યું હતું એવા ”બાબુભાઈ’ ઉર્ફે નારાયણ મહાદેવ દેસાઈ જેવા નખશીખ ગાંધીવાદીને મુખેથી વડોદરાવાસીઓને સાંભળવા મળેલી ગાંધીકથાનો આજે અંતિમ દિવસ…….
મહાત્મા ગાંધીજીના અત્યંત નિકટના અને ગાંધીજીના અંગત સચિવ એવા મહાદેવભાઇ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈની ગાંધીકથાને સંસ્કારનગરી વડોદરમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો એ આનંદની વાત છે…..આ વખતે ખાસ વાત એ જોવા મળી કે ચં.ચી.મહેતા હોલમાં આવતા શ્રોતાઓમાં યુવાનોની સંખ્યાં ખુબજ મોટી હતી…..આખોયે હોલ ખચાખચ ભરાઈ જતો અને બહાર મુકવામાં આવેલા મોટા સ્ક્રીન સામે પણ સેંકડો શ્રોતાઓ ગોઠવાઈ જતાં હતા.
અન્ના હઝારેના અનશન બાદ દેશભરના યુવાનોમાં ગાંધીવિચાર પ્રત્યે એક આસ્થા નો ઉદય થયો છે.જેમ અન્ના હઝારેએ મહાત્મા ગાંધીના અનશન શસ્ત્રનો ઉપયોગ કરી કોંગી સરકારને નમાવી એ જ રીતે હવે ઠેર ઠેર અન્યાય અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા યુવક-યુવતીઓ પણ ગાંધીગીરી તરફ વળી રહ્યા છે એ વાતનો પુરાવો શ્રી નારાયણ દેસાઈજીની ગાંધીકથામાં જોવા મળ્યો…..