દિવાળી ટાણે બજારોમાં નીકળી ભારે ઘરાકી
દિવાળીનુ કાઉન્ટ ડાઉન હવે શરુ થઈ ગયુ છે ત્યારે બજારોમાં ઉમટેલી ભીડ અને ઘરાકીના કારણે લાગતું નથી કે મોંઘવારીની કોઈ અસર થઇ છે.
ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા જયારે શોપીંગ મોલ્સમાં પણ લોકો ખરીદી માટે લોકો ઉમટી પડયા હતા. નોકરીયાતોને બોનસની વહેંચણી શરુ થઈ ગઈ હોવાથી હવે બજારમાં ધીરે ધીરે ઘરાકી નીકળી રહી છે. દિવાળી પહેલા શહેરીજનો આજે ખરીદી કરવા માટે નીકળ્યા હતા.વડોદરામાં આજે દિવાળીના શોપીંગનો જોરદાર માહોલ જામ્યો હતો.
ખાસ કરીને વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળબજાર, નવાબજાર, એમજી રોડના બજારોમાં સાંજ પડે પગ મુકવાની પણ જગ્યા ના મળે તે હદે લોકોની ભીડ દુકાનોમાં જોવા મળી રહી હતી.ગીર્દીના કારણે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફીક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જો કે વેપારીઓ માને છે કે આ વર્ષની દિવાળી ગયા વર્ષ જેટલી ધમાકેદાર નહિ હોય.