|   Today : 28/05/2020       11:31:04    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

દિવાળીએ આરોગ્ય ખાતું આવ્યું એકશનમાં-મિઠાઈની દુકાનો પર દરોડા

કેરીની સીઝન આવતા જ કાર્બાઈડથી પક્વાતી કેરી શોધવા ફ્રુટ બજાર પર પહોંચી જતું પાલિકાનું અત્યંત ભ્રષ્ટ આરોગ્ય ખાતું આજે દિવાળી નજીક આવતા જ મિઠાઈની દુકાનો પર માવાના સેમ્પલ લેવા પહોંચી ગયું. નવાઈની વાત તો એ છે કે તંત્ર દ્વારા લેવાયેલા નમુનાનો રિપોર્ટ તો દિવાળી બાદ આવશે. એ પહેલા તો એ જ માવામાંથી બનાવાયેલી હજારો કિલો મિઠાઈ વડોદરાવાસીઓના પેટમાં પડી હશે.

નકલી અને હલકી ગુણવત્તાની મિઠાઈ અને માવો શોધવા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો શહેરના જાણીતા દુકાનદારોને ત્યા પધારી હોવાની જાણ થતા પહોંચેલા મીડિયા સમક્ષ વેપારીઓએ જણાવ્યું હતું કે આ તો પાલિકાના આરોગ્ય ખાતાની તહેવારો ટાણેની ‘નિયમિત’ મુલાકાત છે. તહેવારોમાં એમના ઘરોમાં મિઠાઈ બાકી ક્યાંથી આવે? diwali-VMSS

Share:

Comments are closed

Photo Gallery