|   Today : 03/12/2020       06:06:11    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

દારૂની દુર્ગંધથી અકળાયેલા બજરંગબલીએ પરચો બતાવ્યો…

કરુણાના સાગર ગણાતા રામભક્ત બજરંગબલી આમ તો કષ્ટભંજક કહેવાય છે..પરંતુ બજરંગબલી રૂઠે તો?? લંકામાં જે રીતે હાહાકાર મચાવ્યો હતો એવો તાંડવ પણ મચાવી દે….ફતેગંજ પોલિસ મથકના કર્મચારીઓને બજરંગબલીના કોપનો પરચો મળી ગયો..

ફતેગંજ પોલીસ મથકની હદમાં અગાઉ બનતા મંદિરનું ડિમોલશિન કરાયું હતું. જેમાં બજરંગબલીની જાજરમાન પ્રતિમા પોલીસે કબજે લીધી હતી.

કબજે લેવાયેલી આ મૂર્તિને અન્ય મુદામાલ સાથે પોલીસ મથકની રેકર્ડ રૂમમાં મૂકી દેવાઇ હતી. જ્યાં તેની પવિત્રતા જળવાતી ન હતી. દારૂની પોટલીઓ વચ્ચે બજરંગબલી બિચારા મુંઝાતા હતા..ઉઘરાણી જેવા કામોમાં વ્યસ્ત પોલિસકર્મીઓ સમય જતાં આ મૂર્તિ ને ભૂલી ગયા હતા અને એની પવિત્રતા જાળવી શક્યા નહોતા..પરિણામે બજરંગબલી ખફા થયા અને પરચો બતાવ્યો..ફતેગંજ પોલીસ મથકની માઠી દશા બેઠી હોય તેવા બનાવો ઉપરાછાપરી બન્યા હતા. જેમાં પીઆઇ ડાભી સહિત પાંચપોલીસ કર્મચારીનાં ફરજ દરમિયાન મોત થયાં હતાં. થોડા સમય અગાઉ પોલીસની જીપ પલટી ખાઇ ગઇ હતી.

એક પોલીસ કર્મચારીને અકસ્માત થતાં ફ્રેકચર થયું હતું. તેમજ તાજેતરમાં પીઆઇ લાંચ લેતા પકડાયા હતા. જેને પગલે પોલીસ કર્મચારીઓમાં માન્યતા પ્રબળ બની હતી કે મુદામાલ સાથે પૂજા વિના મૂકી રખાયેલી હનુમાનજીની મૂર્તિની પૂજા થવી જોઇએ.

આખરે પોલીસકર્મીઓએ દાદાની મૂર્તિ બહાર કાઢી અને પોલિસ મથકમાં વિધિવત સ્થાપના કરી..

હવે જોઈએ બજરંગબલી રીઝે છે કે નહિ..

Share:

Comments are closed

Photo Gallery