|   Today : 19/09/2020       04:06:29    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

તહેલકામાં તહેલકો-તરુણ તેજપાલ રવાના

પત્રકારત્વના વ્યવસાયમાં સફેદ સાથે પીળો રંગ ભેળવવા માટે જાણીતા તહેલકામાં તહેલકો મચી ગયો છે. તહેલકાના જન્મદાતા ગણાતા જાણીતા વિવાદિત પત્રકાર તરુણ તેજપાલ ગોવામાં એક સાથી મહિલા પત્રકાર સાથે જાતીય ગેરવર્તણુંક કરવાના કેસમાં આરોપી બનતા આજે તરુણે તહેલકા છોડ્યું અને તહેલકા, કોબ્રા પોસ્ટ તથા ગુલૈલની વિશ્વસનીયતા સામે હજાર સવાલ ઉભા થયા. અન્યના કપડા ઉતારતા તહેલકાના કપડા ઉતરી ગયા.

તરુણ તેજપાલે ઇ-મેઈલ કરી મેનેજમેન્ટને આ નિર્ણયની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ગોવામાં આયોજિત થીંકફેસ્ટ દરમ્યાન તહેલકાની જ એક મહિલા પત્રકાર સાથે અસભ્ય વર્તન કરવાના બનાવ બાદ પશ્ચાતાપ રૂપ તેઓ છ મહિના માટે તહેલકાથી અલગ રહેશે.

દિલ્હીના મીડિયામાં આ અંગે અનેક ચર્ચા થઇ રહી છે. મોદીવિરોધી ગણાતા તેજપાલની એક્ઝીટને મોદીભક્તોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી. tarun tejpal

Share:

Comments are closed

Photo Gallery