|   Today : 03/12/2020       06:22:20    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ડિસ્કવરી ચેનલે આપ્યું નવજીવન…

55 વર્ષીય બ્રાયન હેલમેન સાડા 3 વર્ષથી વ્હીલચેર પર હતો, પરંતુ ના તો ડોક્ટર તેમની બીમારી પકડી શક્યા ના તો તે આ બીમારીનું કારણ પકડી શક્યા. એક દિવસ ડિસ્કવરી ચેનલ પર કરોળિયા વિશેનો એક કાર્યક્રમ જોતા જોતા તેમને યાદ આવી ગયું કે આખરે તેમની સાથે બન્યું શું હતું.

વાસ્તવમાં બ્રાયનના પગમાં એક એવો ઘા પડ્યો હતો, જેના કારણે તેઓ ચાલી પણ નહોતા શકતા. અવાર નવાર પગમાં સર્જરી થવા છતાં તેને કોઈ ફાયદો થયો નહોતો. તાજેતરમાં તેઓ જ્યારે ડિસ્કવરી જોઈ રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે તેમાં એક મહિલાને પણ તેમના જેવી જ બીમારી હતી. આ મહિલાને પણ તુર્કીમાં બ્રાઉન રિફલ્સ નામનો કરોળિયો કરડ્યો હતો.

આ પછી બ્રાયનને યાદ આવ્યું કે 3 વર્ષ પહેલા જ્યારે તે પરિવાર સાથે તુર્કી રજાઓ ગાળવા ગયો હતો, ત્યારે તેને આ પ્રકારનો જ કરોળિયો કરડ્યો હતો. ડિસ્કવરી પર આ કાર્યક્રમ જોયા બાદ તે ડોક્ટર પાસે ફરી ગયો અને બધી વિગતો જણાવી. હવે તેની નવેસરથી ટ્રીટમેન્ટ શરૂ થઈ છે અને તેના સકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે.




Share:

Comments are closed

Photo Gallery