|   Today : 02/12/2020       12:39:26    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ગુજરાતમાં 'આપ'ને મળ્યા નવા રાહબર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અપ્રત્યાશિત વિજયને પગલે રાજનીતિ ગરમાઈ છે.દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આપના ગુજરાતમાં અત્યાર સુધીમાં 80 હજારથી વધુ સભ્યો નોંધાઈ ચૂક્યા છે. તેમજ આજથી શરૂ થયેલા સભ્ય નોંધણી કાર્યક્રમને પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આજે સવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરિયા આપમાં જોડાતા જ ‘આપ’માં ઉત્સાહ વધી ગયો છે.

કનુભાઈ આપમાં જોડાયા પછી ‘આપ’ના નેતા સુખદેવભાઈ પટેલે ગુજરાતની 26 સીટો પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે ચૂંટણી પહેલા 13 લાખ લોકોને મળવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ ચૂંટણી માટે લોકો પાસે જઈને ભંડોળ મેળવવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના ચિંતિત નેતાઓએ ભાજપના તરછોડાયેલા નેતાઓને બોર્ડ-નિગમમા સ્થાન આપવાની લાલચ આપવા માંડી છે જેથી ‘આપ’નો ફટકો ભાજપને ન વાગે. aap party-kanubhai

Share:

Comments are closed

Photo Gallery