|   Today : 19/09/2020       03:38:02    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ગિલોલ બનામ ગોફણ-શેરને માથે સવા શેર?

માનસી સોની નામની એક યુવતીની જાસૂસીનો મામલો રાજનીતિમાં ભારે ગરમાયો છે. ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ના નામે જાણીતા થયેલા કિસ્સામાં માનસીના ફોટા ભારે ઉત્તેજના સર્જાવી ચુક્યા છે. માનસીના ફોટા નેટ પરથી દુર કરવા એક મેસીવ ઓપરેશન હાથ ધરાયું છે. ગિલોલ(ગુલૈલ.કૉમ) સામે સરકારી ગોફણ મેદાનમાં આવી છે.

નેટ પરથી લાખો લીન્ક્સના સફાયા બાદ હજુ મોદીની સાયબર બ્રિગેડે માંડ રાહતનો શ્વાસ લીધો ત્યાં તો આજે આ પ્રકારનો ઘટસ્ફોટ કરનાર gulail.com તરફથી એક નહિ અનેક ફોટા વેબ પર વહેતા મુકાતા જ સાયબર બ્રિગેડ એકશનમાં આવી અને મીડિયાકર્મીઓમાં અફવા ફેલાઈ કે gulail.com હેક થઇ છે અને ફોટા ડાઉનલોડ થતા નથી. અમદાવાદના મીડિયાકર્મીઓઓએ તરત જ whats app પર લખ્યું કે સાઈટ ધીમી છે અને ઓપન થવામાં એટલે કે લોડ થવામાં સમય વધુ લઇ રહી છે. શક્ય છે એ સાઈટ પર કોઈએ ‘સામુહિક’ gulailહુમલો કર્યો હોય.

જો કે અન્યત્ર તો સાઈટ લોડ થઇ રહી છે જેના પર મોદી-માનસી અને પ્રદીપ શર્માના ફોટા જોઈ શકાય છે.

Share:

Comments are closed

Photo Gallery