|   Today : 28/05/2020       12:07:25    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ગવર્નરે લોકાયુક્તની નિમણુંકને આપી મંજુરી

મોદી સરકારની ભલામણ બાદ આજે રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલે હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને મંજુરી આપતા હવે જસ્ટીસ બુચ બનશે નવા લોકાયુક્ત. મોદી રાજમાં પહેલી વાર દસ વર્ષ બાદ અત્યંત વિવાદાસ્પદ રહેલ ગુજરાતના લોકાયુક્તની ખુરશી હવે ભરાશે.

આજે રાજ્યપાલ દ્વારા રિટાયર્ડ જજ ડી.પી. બુચના નામને સત્તાવાર રીતે મંજુરી આપવામાં આવી હતી.
અગાઉ બુચના નામની કેબીનેટે મંજુરી આપતા દરખાસ્ત રાજ્યપાલને મોકલાઈ હતી.

હવે ગુજરાતમાં રિટાયર્ડ જજ બુચ કઈ રીતે કામ કરે છે તેના પર સૌની નજર રહેશે. દસ વર્ષ બાદ રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના કિસ્સા હવે પ્રકાશમાં આવશે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ બુચ 22 ઓગષ્ટ 2004 એ હાઈકોર્ટના જજ પદેથી નિવૃત્ત થયા હતાં.justice buch

Share:

Comments are closed

Photo Gallery