|   Today : 03/12/2020       07:14:23    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

કોન્ગ્રેસની આંતરીક જૂથબંધી..સુરતમાં જાહેરમાં દેખાઈ…

રોજ સવાર થાય અને કોંગ્રેસ માટે નવી મુસીબત ઉભી થાય.કોંગ્રેસની આંતરીક જૂથબંધી સર્વત્ર દ્રશ્યમાન છે…અને તેમાંયે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર ગમા-અણગમા છે…

મહારાષ્ટ્રમાંથી ચૂંટાઇને કેન્દ્રમાં મહત્વના વિભાગો સંભાળતા મંત્રીઓ વિલાસરાવ દેશમુખ અને સુશીલકુમાર શિંદે વચ્ચેના મતભેદો આજે સુરતમાં એલ એન્ડ ટીના કાર્યક્રમમાં દેખાઈ આવ્યા હતા.

શિંદેએ કેન્દ્રના ઊર્જામંત્રાલય દ્વારા એલ એન્ડ ટીને મદદનું વચન અપાતા ભારે ઉદ્યોગમંત્રી દેશમુખ અકળાયા હતા અને શિંદેને કંપનીઓ વચ્ચે ભેદભાવ નહીં કરવા જણાવી દીધું હતું.

એલ એન્ડ ટીના ચેરમેન અનિલ નાયકે તેમના પ્રવચનમાં ઊર્જામંત્રી શિંદેને સ્વદેશી પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓને લાભ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે એલ એન્ડ ટી તો તમારા જમણા હાથ સમાન છે અને તેને તમારે મદદ કરવી જોઇએ.

બાદમાં શિંદે બોલવા ઊભા થયા ત્યારે તેઓ જાણે એલ એન્ડ ટી ઉપર વરસી પડ્યા હતા અને વચનોની લહાણી કરી દીધી હતી. તેમણે કેન્દ્રની નવી ઊર્જાનીતિમાં અનિલ નાયકનાં મહત્તમ સૂચનો આવરી લેવાયા હોવાનું કહ્યું હતું. આટલું ઓછું હોય તેમ તેમ શિંદેએ દેશમુખના અખત્યાર હેઠળના જાહેર ક્ષેત્રના એકમો ભેલ અને એનટીપીસીમાં કામ યોગ્ય રીતે થતું નહીં હોવાનો અને ભારે વિલંબ થતો હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

તેમના પછી બોલવા ઊભા થયેલા વિલાસરાવ દેશમુખે શિંદે ઉપર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જમણા હાથ (એલ એન્ડ ટી)ને લાભ કરવા જતાં ડાબો હાથ (ભેલ) ને ભૂલવો જોઇએ નહીં. બધી કંપનીઓ વચ્ચે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જોઇએ. જાહેર ક્ષેત્રની કંપનીઓ ધીમે કામ કરતી હોય તે સમજી શકાય અને ભેલ સમયસર ઓર્ડરનો સપ્લાય કરી શકતું નથી તેથી વિદેશી કંપનીને ( એલ એન્ડ ટીનું જાપાનની કંપની સાથે જોડાણ છે તે સંદર્ભમાં) ફાયદો કરાવી શકાય નહીં.

વિલાસરાવ દેશમુખ સવારે કાર્યક્રમમાં આવ્યા ત્યારથી જ મૂડમાં નહોતા. તેવામાં તેમના જ પક્ષના સાથી મંત્રી શિંદેએ એલ એન્ડ ટીનો પક્ષ લેતા તેમની અકળામણ સ્પષ્ટ દેખાઈ આવી હતી.

Share:

Comments are closed

Photo Gallery