|   Today : 10/05/2021       03:29:18    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

કોંગ્રેસના સ્ટીંગથી ચેતતા રહેવા મોદીએ ભાજપીઓને શિખ આપી…

અબજો કરોડ ના કૌભાંડોમાં ઘેરાયેલી કોંગ્રેસને ગુજરાતમાંથી નામશેષ કરવાની વ્યૂહરચના ઘડવા તથા વાયબ્રન્ટ સમિટની ભવ્ય સફળતા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા તથા ખાડીયા વિધાનસભાના ઉમેદવારના નામની ચર્ચા સહીત અનેક વિષયો પર મંથન કરવા કચ્છના રણમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારી મળી રહી છે.

રણોત્સવ દરમ્યાન તૈયાર કરાયેલા તંબુઓમાં જ કારોબારીના સભ્યોને ઉતારો આપવામાં આવ્યો છે.

આ બેઠકમાં પ્રદેશ ભાજપના પ્રભારી બલવીર પુંજ અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષ તેમજ મુખ્યમંત્રી મોદી હાજર રહ્યા અને તમામને માર્ગદર્શન આપ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના વિષયોની ચર્ચાની સાથોસાથ સંગઠનાત્મક બાબતોની પણ ચર્ચા થઇ રહી છે.

ભાજપનાં અંતરંગ સૂત્રોની માહિતી મુજબ, તાજેતરમાં કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારમાં કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી, ટુજી-સ્પેકટ્રમ કૌભાંડ વગેરેને કારણે જે રીતે કરોડો-અબજોનાં કૌભાંડો થયાં છે, તેને હવે ભાજપ દ્વારા પ્રજા વચ્ચે લઈ જવા અંગેના કાર્યક્રમનીજાહેરાતકરવામાં આવશે. અમદાવાદના ખાડિયા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારના નામ બાબતે પણ વિચારણા કરાશે. ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્ર વખતે વિરોધ પક્ષ કોંગ્રેસને વધુ નબળી પાડી દેવા માટે ભાજપના ધારાસભ્યો દ્વારા અમલમાં મુકાનારી રણનીતિ અંગે પણ પ્રાથમિક ચર્ચા આ બેઠકમાં પૂરી કરી લેવાશે.

જો કે સૌથી મોટી બાબત એ રહી કે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને કોંગ્રેસના સ્ટીંગ ઓપરેશનથી બચવા અને ચેતતા રહેવાની શિખ આપી…એમના કહેવા મુજબ ભ્રષ્ટાચાર અને અનેક મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટી હવે ભાજપના નેતાઓના સ્ટીંગ ઓપરેશન કરાવી રહી છે.

બેઠકનું સમાપન કરતાં તેમણે કહ્યું હતું કે દેશની જનતાનો કોંગ્રેસ પ્રત્યેનો વિશ્વાસ ઝડપથી ઓસરી રહ્યો છે ત્યારે ભાજપને બદનામ કરવા માટેના કોંગ્રેસના ષડયંત્રોથી સાવધ રહેવાની જરુર છે.


Share:

Comments are closed

Photo Gallery