|   Today : 30/10/2020       03:48:57    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

કસ્ટડી લંબાતા વૈકુંઠમાં આસુમલ કરશે દિવાળી

સગીરા શિષ્યાના યૌન શોષણ કેસમાં આસારામનો જેલવાસ લંબાયો છે. આસારામે આ વર્ષે દિવાળી જેલમાં જ પસાર કરવી પડશે. આસારામની જ્યુડિશિયલ કસ્ટડી પુર્ણ થતા તેમને જોધપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યા જોધપુર સેશન્સ કોર્ટે આસારામને 6 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ પોલિસ આસારામ વિરુદ્ધ ચાર્જશીટ આજે દાખલ કરવાની તે પણ હવે  છઠ્ઠી નવેમ્બરે દાખલ કરશે. જેલવાસથી આસુમલ હવે થાકી ગયા છે. ખાસ કરીને ગુજરાત પોલિસે એમની સાથે કરેલા વર્તાવથી તેઓ ભારે ખફા છે. જો કે આ રોષ માત્ર દેખાવા પુરતો હોવાની મીડિયામાં ચર્ચા છે. કારણ કે ગુજરાતમાં તો આસુમલને ફાઈવ સ્ટાર સુવિધા અપાઈ હોવાનું સૌ જાણે જ છે. aasumal

ઉપરાંત આસારામ સાથે શિવા, શરદચંદ્ર, પ્રકાશ અને શિલ્પીને પણ હાજર કરવામાં આવ્યા હતા તે લોકોની પણ જોધપુર કોર્ટે જ્યુડીશિઅલ કસ્ટડી વધારીને 6 નવેમ્બર સુધી કરી હતી. એટલે આસારામ સહિત તમામે દિવાળી આ વર્ષે જેલમાં જ વિતાવવી પડશે.

72 વર્ષીય આસારામની પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર ખાતેના આસારામના આશ્રમમાં એક સગીરા સાથે જાતીય દુર્વ્યવહારના આરોપસર હાલ તેઓ હાલ ન્યાયિક હિરાસતમાં છે અને બે કેસ હજુ પેન્ડીંગ છે.

Share:

Comments are closed

Photo Gallery