|   Today : 03/12/2020       06:18:31    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

આફ્રિકામાં ભારત જીતશે તો વર્લ્ડ કપ હારશે..પોપટ મહારાજ

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે આજે પાંચમી અને આખરી  વન-ડે શરુ થઇ ગઈ છે અને દક્ષિણ આફ્રિકાએ ૪૬ ઓવરમાં ૨૫૦ રન બનાવી લીધા છે.આ મેદાન પર રમાયેલી ૨૫ ડે  વન-ડે મા બીજી ઇનીન્ગ્ઝ્માં બેટિંગ કરનાર ટીમનો ૧૮માં વિજય થયો છે.પરંતુ આજે લાગે છે એ દ.આફ્રિકાની સ્થિતિ મજબુત છે.

વ્યવસાયે ઈજનેર અને ખુબ જ તેજસ્વી કારકિર્દી ધરાવતા યુએસ સીટીઝન હાલ વડોદરામાં છે અને ક્રિકેટના રસિયા હોવાથી ક્યારેક ભવિષ્યવાણી પણ કરતાં હોય છે..એમને અમે પોપટ મહારાજ કહીએ છીએ. ત્રીજી  મેચમા એમની ભવિષ્યવાણી હતી કે  ભારત  ૪૮.૫ ઓવરમાં ૭ વિકેટના ભોગે જરૂરી રન બનાવી લેશે અને ત્રણ વિકેટે મેચ જીતી જશે.

એ સમયે એમની આગાહી લગભગ સાચી પડી હતી. ભારતના બેટ્સમેનોએ પણ કદાચ આ આગાહી વાંચી હોય એ રીતે ૪૮.૨ ઓવરમાં દ.આફ્રિકાની મજબુત ટીમને બે વિકેટથી પરાજય આપી શ્રેણીમાં ૨-૧ થી બઢત મેળવી લીધી હતી અને કેપ ટાઉનમાં જીતવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું હતું.

ચોથી મેચમાં કુદરત સામે પોપટ મહારાજની આગાહી ટકી શકી નહોતી. વરસાદને કારણે મેચનો અંત આવ્યો ત્યારે ભારતની ટીમ ડકવર્થ લુઈસ મેથડ પ્રમાણે ૪૫ રન પાછળ હતી.પરિણામે દ.આફ્રિકા વિજયી જાહેર થયું.

આજે હાલ વરસાદનું વિઘ્ન આવ્યું હતું. અને લાગે છે કે ભારતના ભાગે બેટિંગ આવી છે અને જેમાં દ.આફ્રિકાની મજબુત બોલિંગનો સામનો કરવો પડશે..

જો કે પોપટ મહારાજ ની આગાહી બહુ સ્પષ્ટ છે. જો ભારત આજે જીતે તો વર્લ્ડ કપ નહિ જીતી શકે અને જો આજે ભારત મેચ અને સીરીઝ હારશે તો વર્લ્ડ કપ જારુરથી જીતી જશે. આમેય વર્લ્ડ કપનો ઇતિહાસ છે કે યજમાન દેશ હજુ સુધી કપ જીતી શક્યો નથી.

જોઈએ શું થાય છે.

Share:

Comments are closed

Photo Gallery