|   Today : 10/05/2021       03:27:26    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

આફત બનશે અવસર-મોદીને મારવાનું કાવત્રું

ગુજરાતની એક સુકન્યા માનસીની અંતરંગ હરકતો પર જાસુસી કરાવવાના ઘટસ્ફોટ બાદ વિવાદમાં સપડાયેલા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહારે આવી છે આઈ.બી. આઈ.બી. ના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રવાસ દરમ્યાન આતંકીઓ મોદી પર હુમલો કરી શકે છે. એક બાજુ મોદી વિરુદ્ધના સમાચાર વહેતા થાય તો એના ચોવીસ કલાકમાં જ આઈ.બી. ના નામે ન્યુઝ ચેનલોએ આ સમાચાર વહેતા મુક્યા હતા. જો કે એકપણ ચેનલે આઈ.બી. એલર્ટ ક્યાંથી પ્રાપ્ત થઇ એની સ્પષ્ટતા કરી નથી. આ સમાચારોને કારણે સ્વાભાવિક રીતે જાસૂસીકાંડના સમાચાર દબાઈ જશે. modi-alert

ન્યુઝ ચેનલોના જણાવ્યા અનુસાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને ગુપ્તચર એજન્સી ઇન્ટેલીજન્સ બ્યૂરોએ એલર્ટ જારી કર્યું છે. એલર્ટમાં આઇબીએ જણાવ્યું છે કે આતંકીઓ મોદી પર વિસ્ફોટકોથી ભરેલી ગાડીથી હુમલો કરી શકે છે. આ એલર્ટ દિલ્હી, રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશ માટે જારી કરવામાં આવ્યું છે.

આઇબીએ પોતાના એલર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી નરેન્દ્ર મોદીને મારવા માટે દાઉદ ઇબ્રાહિમની મદદ લઇ રહી હોવાનું મનાઇ રહ્યું છે. આઇબીએ જણાવ્યું કે આઇએસઆઇએ દાઉદને ભારતમાં તેનું નેટવર્ક ફરી સક્રિય કરવાનું કહ્યું છે અને મોદીને નિશાનો બનાવવા જણાવ્યું છે.  હાલમાં જ મોદીની પટના રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો ત્યારે આ હુમલો આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીને કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગુપ્તચર એજન્સી ઇન્ટેલીજન્સ બ્યૂરોની નોટમાં માત્ર પાકિસ્તાનની સંસ્થા જ નહિ પરંતુ સાઉદિ અરબની આતંકવાદી સંસ્થાના નિશાન પર પણ નરેન્દ્ર  મોદી છે તેમ જણાવ્યું છે

Share:

Comments are closed

Photo Gallery