|   Today : 19/09/2020       03:39:25    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

આખરે લોકાયુક્તની નિમણુંકનો માર્ગ ખુલ્યો

આજ કી તાજા ખબર છે કે “આખરે ગુજરાતમાં લોકાયુક્તની થઈ નિમણૂંક.”
હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.પી. બુચ પર ગુજરાતના લોકાયુક્ત તરીકે કેબિનેટે મારી મંજૂરીની મહોર અને માર્ગ મોકળો થયો.

જે પદ પર નિવૃત્ત ન્યાયાધીશ રમેશચંદ્ર મહેતાની નિમણુંક ન થાય એ માટે મોદી સરકાર દ્વારા રાજ્યની તિજોરીના ૪૫ કરોડ ખર્ચવામાં આવ્યા એ અત્યંત વિવાદાસ્પદ લોકાયુક્તની ખુરશી હવે ભરાઈ જશે. રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિએ નિવૃત્ત જસ્ટીસ ડી.પી. બુચના નામની ભલામણ કરતા રાજ્ય સરકારે એ નામને મંજુર રાખ્યું હતું.
લોકાયુક્ત તરીકે બુચના નામની ભલામણ રાજ્યપાલ પાસે મોકલવામાં આવી છે. જો રાજ્યપાલ બુચના નામની મંજુરી આપશે તો ખુરશી ભરાઈ જશે.

જો કે હવે લોકાયુક્ત પાસે મોદી સરકારના કથિત ભ્રષ્ટાચારના કિસ્સા રજુ નહિ થઇ શકે. કારણ કે એ તમામ કિસ્સાઓ પાંચ વર્ષ પૂર્વેના છે. justice buch

Share:

Comments are closed

Photo Gallery