|   Today : 03/12/2020       06:37:31    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અલ કાયદા યુરોપ-USમાં 26/11 જેવા હુમલાની ફિરાકમાં

અલ કાયદા યુરોપમાં મુંબઈ જેવા હુમલાનું કાવતરૂ રચી રહ્યાં છે સાથે જ તેઓ અમેરિકાને પણ નિશાન બનાવી શકે છે. આ માહિતી યુરોપ અને અમેરિકાના આતંકવાદ વિરોધી બાબતોથી સંબંધિત અધિકારીઓએ આપી છે.

બ્રિટન, જર્મની અને ફ્રાન્સના ઘણા શહેરોમાં હુમલાથી સંબંધિત અલ કાયદાના કાવતરાનો ખુલાસો થયા બાદ અમેરિકાએ યુરોપની યાત્રા કરનારા પોતાના નાગરિકો માટે ઓક્ટોબરમાં યાત્રા સલાહ જાહેર કરી હતી.

યુરોપમાં આતંકવાદ વિરોધી બાબતો સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં હુમલા થઈ શકે છે.

જર્મનીની વિદેશ જાસૂસી સેવાના ભૂતપૂર્વ પ્રમુખ ડોક્ટર હાનિંગે જણાવ્યું હતું કે જાસૂસી એજન્સીઓએ સંકેત આપ્યા છે કે અલ કાયદાએ અમેરિકામાં મુંબઈ જેવા હુમલા કરવા માટે ષડયંત્ર રચવાનું શરૂ કર્યું છે.

Share:

Comments are closed

Photo Gallery