|   Today : 03/12/2020       06:25:10    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અમેરિકામાં સશસ્ત્ર મહિલાએ ટીવી ન્યૂઝ અવરોધ્યા

અમેરિકામાં ગન લઈને ફરતી મહિલાએ જુદા પ્રકારનો આતંક મચાવતા મંગળવારે સાંજે સનસનાટી ફેલાઈ જવા પામી હતી. એક સશસ્ત્ર મહિલા ગન લઈને ટીવી સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી અને ભારે હંગામો મચાવતા સત્તાવાળાને સાંજના ન્યૂઝનું જીવંત પ્રસારણ બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે માથાની ફરેલી આ મહિલાએ મચાવેલા હંગામામાં કોઈને ઈજા પહોંચી નહોતી. નોર્થ કેરોલીનામાં મંગળવારે એબીસી શાર્લોટ સાથે સંલગ્ન ટીવી સ્ટેશનમાં તેણે ઉત્પાત મચાવ્યો હતો.

પોલીસને ઘટનાની જાણ થતાં તેણે ટીવી સ્ટેશનને ચારે તરફથી ઘેરી લીધું હતું અને મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલાએ તેના માથા પર ગન મુકીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ગન ખાલી હોવાનું જણાયું હતું. સાંજે ૫ કલાકે આ ઘટના બની ત્યારે ટીવી સ્ટેશન અને ટીવી સ્ક્રીન પર થોડીવાર અંધકાર છવાઈ ગયો હતો પણ એક કલાક પછી તે ફરી કાર્યરત કરી શકાયું હતું. ઘટના દરમિયાન સ્ટાફને પાર્કિંગ લોટમાં લઈ જવાયો હતો.

પોલીસ વડા રોડની મોનરોના જણાવ્યા મુજબ આ માથાભારે મહિલાએ સૌપહેલાં રિસેપ્શનિસ્ટને ધમકી આપી હતી અને પોલીસે બિલ્ડિંગને ઘેરી લીધું ત્યારે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. અગાઉ તેણીએ એક રાઉન્ડ ફાયર કર્યાના અહેવાલો હતા પણ તે ખોટા જણાયા હતા.

Share:

Comments are closed

Photo Gallery