|   Today : 02/12/2020       11:23:30    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અન્ય પાર્ટીઓના કપડા ઉતારનાર આમ આદમી પાર્ટીના કપડા ઉતરી ગયા

જનલોકપાલ બીલના નામે અન્નાના ખભા પર ચડી રાજનીતિના દલદલમાં કુદનારા અરવિંદ કેજરીવાલ આણી મંડળીના અરમાનો પર આજે પાણી ફરી વળ્યું. દિલ્હીના રાજકારણ અને મીડિયામાં જેની ઘણા દિવસોથી ચર્ચા હતી એ CD આજે એક ચેનલ પર બહાર આવી અને તહેલકો મચી ગયો. આમ આદમી પાર્ટીના બે ‘ગદ્દાર’ સાઝીયા ઈલમી અને કુમાર વિશ્વાસ ફંડફાળો માંગતા અને લેતા કેમેરામાં કેદ થઇ ગયા અને રાત થતા તો મીડિયાના સહારે ઉભું થયેલું ‘સામ્રાજ્ય’ લગભગ સમાપ્ત થઇ ગયું. સાઝીયા ઈલમીએ તો પોતાની જાતને ચુનાવી મેદાનમાંથી અલગ કરવાની જાહેરાત પણ કરી છે.

અન્નાને દગો કરનારાઓના હાલ આવા જ હોય. કહેવત છે કે ‘જે તારતું એ મારતું’ . જે મીડિયાએ આમ આદમી પાર્ટી બનાવી અને અરવિંદ જેવાને રાષ્ટ્રીય ચહેરો બનાવ્યો એ જ મીડિયાએ આજે આમ આદમીના નકાબ ઉતારી લીધા. aap party-sting

Share:

Comments are closed

Photo Gallery