|   Today : 03/12/2020       05:54:52    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અન્ય કેદીઓની જેમ સંજય દત્તને માફી માંગવાનો અધિકાર છે-નિકમ

‘આપણે ત્યાં કાયદાના સ્ટ્રકચરમાં ફેરફાર કરવાની જરૂર છે. પોલીસ આરોપીને પકડે છે પણ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કમી છે. એટર્નીને પોલીસની સાથે જ હોવું જોઈએ જેથી તેને ઇન્વેસ્ટિગેશન અંગેની માહિતી રહે. આપણા દેશમાં પ્રોસિક્યુટર પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ભાગ લઈ શકતા નથી. જેને લીધે ઘણી બાબતો અસ્પષ્ટ રહી જાય છે.’ એમ આજે દેશના જાણીતા એડવોકેટ ઉજજવલ નિકમે એક વાતચીતમાં જણાવ્યું હતું. તેઓ વડોદરા ખાતે બીએમએ ખાતે આયોજિત કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા માટે આવ્યાં હતા. વ્યાખ્યાન પૂર્વે ઉજ્જવલ નિકમ વડોદરાના મધ્યબિંદુ સમાં ન્યાયમંદિરની ઔપચારિક મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ભારે ભીડ જમા થઇ ગઈ હતી.

તેમણે 26/11નાં મુંબઈના આંતકવાદી હુમલા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદને નાથવા કાનૂન અસરકારક જ હોવો જોઈએ. આવી ઘટનાઓ ૧૧માં કલાકે ઘડાતી હોતી નથી. પણ તેના માટે લાંબા ગાળાનું પ્લાનિંગ કરેલું હોય છે. આ સાજીશ પાકિસ્તાનમાં ઘડાઈ હતી. જીપીએસ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓએ ડેટા નષ્ટ કર્યા હતા પણ તેને પણ ભારતીય પોલીસે ફરી મેળવી લીધા હતા.

નિકમને સંજય દત્ત કેસ અંગે પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે જે આરોપી છે તેમને માફી માગવાનો પણ હક છે એ રીતે સંજય દતને પણ હક છે. હવે તેણે કેવો ગુનો કર્યો છે કેવી રીતે કર્યો છે તેના આધારે માફી આપવી કે નહીં તેનો નિર્ણય સરકારને કરવાનો છે. નિકમેujjaval nikam શક્તિમીલ ગેંગરેપને પોતે લડેલા ગેંગરેપ કેસમાં સૌથી ક્રુર ગેંગ રેપ ગણાવ્યો હતો. તેમણે આ વિશે જણાવ્યું હતું કે હજી એકથી દોઢ મહિના બાદ કેસનો ખટલો ચાલે તેવી શક્યતા છે.

Share:

Comments are closed

Photo Gallery