|   Today : 03/12/2020       06:08:46    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મોબાઇલ લઇ લો મોબાઈલ…વેચાણ માટેનો નવતર પ્રયોગ

દેશની બીજી સૌથી મોટી મોબાઇલ વિક્રેતા કંપની માઇક્રોમેક્સ પોતાના બજાર શેર વધારવા માટે હવે મોબાઇલ ફોન ઑનલાઇન વેચી રહી છે. કંપની બજારમાં નવા-નવા વિક્રેતાઓને પોતાનું માર્કેટ હડપવા ન દેવા અવનવા પ્રયત્નો શરૂ કરી રહી છે.
– માઇક્રોમેક્સે આને માટે પોતાની વેબસાઇટને ફરીથી પ્રસ્તુત કરી
– દરેક મોબાઇલના ડેમો પિક્ચર સાથે તેની કિંમત અને ફીચર્સ પણ ઉપલબ્ધ
– નિર્દિષ્ટ કિંમતોમાં ફોન મોકલવાનો ખર્ચ (કૂરિયર ચાર્જ)પણ ઉમેર્યો છે
– માઇક્રોમેક્સનો ફોન ખરીદવા માટે તમારે ક્રેડિટ કાર્ડની જરૂરત પડશે
માઇક્રોમેક્સે આને માટે પોતાની વેબસાઇટને ફરીથી પ્રસ્તુત કરી છે. જેમાં હવે ઑનલાઇન વેચાણ માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તેમાં દરેક મોબાઇલના ડેમો પિક્ચર સાથે તેની કિંમત અને ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
આની માટે માત્ર ‘બાય નાઉ’ લિન્કનો ઉપયોગ કરવો પડશે. કંપનીએ વેબસાઇટ ઉપર નિર્દિષ્ટ કિંમતોમાં ફોન મોકલવાનો ખર્ચ (કૂરિયર ચાર્જ)પણ ઉમેર્યો છે. અને એટલા માટે તેની કિંમતો માર્કેટ રેટ કરતા થોડી વધારે હશે.જોકે માઇક્રોમેક્સનો ફોન ખરીદવા માટે તમારે ક્રેડિટ કાર્ડની જરૂરત પડશે. કંપનીએ આને માટે સિટી બેન્ક સાથે કરાર કર્યો છે. કોઈ ફોન નિર્માતા કંપનીએ પહેલી વાર આ પ્રકારની ઑનલાઇન શૉપિંગની વ્યવસ્થા શરૂ કરી છે.

Share:

Comments are closed

Photo Gallery